ગુજરાત વિધાનસભાની ચુંટણીની જાહેરાત થઈ ગઈ છે. હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. કેશોદ ભાજપ પક્ષમાં મોટું ભંગાણ થયું છે.
કેશોદના ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. કેશોદ 88 વિધાનસભામાં ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમ ને ટિકિટ અપાતા વિવાદ સર્જાયો છે.
સર્વ સમાજ બેઠક બાદ પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય અપક્ષ તરીકે ઉમેદવારી કરવા તા. I4 રોજ ફાર્મ ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પૂર્વ ધારાસભ્ય 2012 માં ભાજપ તરફથી ચુંટણી લડી થયા હતા વિજય
પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી 2012 માં ભાજપ પક્ષ તરફ થી ચુંટણી લડી વિજેતા થયા હતા. અરવિંદ ભાઈએ 2012 પછી 560 કરોડ કરતાં વધુ ગ્રાંટ લાવતાં સર્વ સમાજે તેમને ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો છે.