‘પઠાણ’ ફિલ્મે પ્રથમ દિવસે રૂ. ૫૬ કરોડ અને બીજા દિવસે રૂ. ૬૪ કરોડની આવક થકી ઇતિહાસ સર્જ્યો
શાહરૂખ ખાને ‘પઠાણ’ દ્વારા ફિલ્મી પડદે ચાર વર્ષ બાદ વાપસી કરી છે. લાંબા સમયથી ફેન્સ શાહરૂખ ખાનને ફિલ્મી પડદે મિસ કરી રહ્યા હતા. ‘પઠાણ’ની રિલીઝ બાદ ફેન્સનો ઈંતેજાર સફળ થતો દેખાઈ રહ્યો છે. કેટલાય દિવસોથી ફિલ્મને લઈને બબાલ થઈ રહી હતી. ફિલ્મના બોયકોટની માગ ઉઠી રહી હતી. દેશભરમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. જોકે, ૨૫ જાન્યુઆરીએ ‘પઠાણ’ રિલીઝ થઈ ત્યારે પણ કેટલાક સ્થળોએ હિન્દુ સંગઠનોએ ફિલ્મનો વિરોધ કર્યો અને ફિલ્મમાં લાગેલા પોસ્ટર્સ પણ ફાડી નાખ્યા પરંતુ ઓપનિંગ ડે પર જ શાહરૂખ પ્રત્યેનો પ્રેમ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવ્યો અને બોક્સઓફિસના આંકડા પણ આ વાતની સાક્ષી પૂરે છે. ‘પઠાણ’ ફિલ્મે પહેલા જ દિવસે બોક્સઓફિસ પર ‘બાહુબલી ૨’ અને ‘કેજીએફ ૨’નો રેકોર્ડ તોડી નાખ્યો છે.
હાલ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવા નવી પદ્ધતિ અમલમાં મુકાઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. છેલ્લા અમુક વર્ષમાં વિવાદોથી ઘેરાયેલી ફિલ્મો અને તેના કલેક્શન પર નજર કરવામાં આવે તો અગાઉ સંજય લીલા ભણશાલીની ‘રામ લીલા’ અને ‘પદ્માવત’ ફિલ્મને લઈને ખૂબ જ વિવાદ થયો હતો. ફિલ્મ રિલીઝના દિવસ સુધી વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યો હતો પરંતુ ફિલ્મનું કલેક્શન તેનાથી વિપરીત હાઈએસ્ટ જોવા મળ્યું હતું. વિવાદ ઉભો થતાં ચોક્કસ દર્શકોમાં કુતુહલ અને ઉત્સુકતા જાગે છે જેના લીધે દર્શકવર્ગ થિયેટર સુધી ખેંચાઈ આવતો હોય છે.
પઠાણ ફિલ્મની જો વાત કરવામાં આવે તો આ ફિલ્મને લઈને અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. ફિલ્મના પોસ્ટરો ઓણ ફાડી નાખવામાં આવ્યા હતા. ફિલ્મમાં ચિત્રિત ‘બેશરમ રંગ’ ગીતને લઈને આ વિવાદ સર્જાયો હતો. હિન્દૂ સંગઠનો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા હતા પરંતુ બીજી બાજુ બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે ઓપનિંગ ડે પર જ ૫૬ કરોડ રૂપિયાની રેકોર્ડ તોડ કમાણી કરી છે. ‘પઠાણ’ને દર્શકોની સાથે ક્રિટિક્સ પણ વખાણી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવા કેટલાય વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં દર્શકો થિયેટરમાં નાચતા અને સીટીઓ વગાડતાં દેખાઈ રહ્યા છે.
‘પઠાણ’ પાસે જે અપેક્ષા હતી તેના પર ખરું ઉતર્યું છે. ફિલ્મના શો ૨૫ જાન્યુઆરીએ સવારે છ વાગ્યાથી શરૂ થયા હતા અને મોડી રાતે ૧૧:૩૦ સુધી ચાલ્યા હતા. સવારથી રાત સુધીના બધા જ શો હાઉસફુલ રહ્યા હતા. કેટલીય જગ્યાએ તો ફિલ્મની ટિકિટ મળવી પણ મુશ્કેલ થઈ હતી. નોન-હોલિડે પર રિલીઝ થનારી બધી જ ફિલ્મોનો રેકોર્ડ ‘પઠાણ’ રેકોર્ડ માર્જિનથી તોડી નાખ્યો છે. અત્યાર સુધી નોન-હોલિડે ફિલ્મમાં ‘બાહુબલી ૨’એ સૌથી મોટું ઓપનિંગ કર્યું હતું. પરંતુ હવે ‘પઠાણ’ તેને પછડાટ આપી છે.
ઓપનિંગ મામલે ‘પઠાણે’ ૨૦૧૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વૉર’ને પણ પાછળ છોડી છે. આ ફિલ્મે રિલીઝ ડે પર ૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તો ‘કેજીએફ’ને પણ ‘પઠાણે’ પાછળ છોડી છે. યશ સ્ટારર આ ફિલ્મે ૫૨ કરોડ રૂપિયા કમાયા હતા પરંતુ ફિલ્મ હોલિડે પર રિલીઝ થઈ હતી. જો ‘પઠાણ’ ૨૬ જાન્યુઆરીએ નેશનલ હોલિડેના દિવસે રિલીઝ થઈ હોત તો ‘કેજીએફ’નો રેકોર્ડ ના તોડી શકી હોત. પરંતુ ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થતાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. હવે આગામી દિવસોમાં લોન્ગ વીકએન્ડ હોવાથી ફિલ્મને ખાસ્સો ફાયદો થવાનો છે.
‘પઠાણ’માં શાહરૂખ ઉપરાંત દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ છે. આ સિવાય સલમાન ખાનનો પણ લાંબો કેમિયો છે. જેના કારણે ફેન્સનો ઉત્સાહ ઓર વધી ગયો છે. ૨૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ દેશભરના ૫૫૦૦ સ્ક્રીન પર રિલીઝ થઈ છે. પરંતુ અત્યાર સુધીમાં જનતાની વધતી ડિમાન્ડ જોતાં નાઈટ શોઝ પણ શરૂ કરવામાં આવ્યા છે. ૨૬ જાન્યુઆરીથી યશરાજ ફિલ્મ્સે દેશભરમાં ‘પઠાણ’ના શોઝ રાત્રે ૧૨:૩૦ સુધી વધારી દીધા છે.
શાહરૂખ સ્ટારર ‘પઠાણ’ પ્રથમ દિવસે રેકોર્ડબ્રેક કમાણી કરનાર ફિલ્મ બની
શાહરુખ ખાનએ હાલ સુધી ૬૨ જેટલી ફિલ્મોમાં લીડ રોલ કર્યા છે પરંતુ પઠાણ ફિલ્મ શાહરૂખની પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. પઠાણએ પ્રથમ દિવસે જ રૂ. ૫૬ કરોડની રેકોર્ડબ્રેક કમાણી કરી લીધી છે. આ પૂર્વે વર્ષ ૨૦૧૪માં શાહરુખની ફિલ્મ ‘હેપી ન્યુ યર’એ પ્રથમ દિવસે રૂ. ૩૬.૩૧ કરોડની કમાણી કરી હતી. ‘ચેન્નઈ એક્સપ્રેસ’એ પ્રથમ દિવસે રૂ. ૩૦.૪૮ કરોડ અને ‘દિલવાલે’એ રૂ. ૨૦.૩૭ કરોડ અને ‘રઈશ’એ રૂ. ૨૦.૨૯ કરોડની કમાણી કરી હતી.
વિવાદ ઉભો કરી રેકોર્ડબ્રેક આવક સર્જવાની નવી ટેક્નિક ?
હાલ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવા નવી પદ્ધતિ અમલમાં મુકાઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. છેલ્લા અમુક વર્ષમાં વિવાદોથી ઘેરાયેલી ફિલ્મો અને તેના કલેક્શન પર નજર કરવામાં આવે તો અગાઉ સંજય લીલા ભણશાલીની ‘રામ લીલા’ અને ‘પદ્માવત’ ફિલ્મને લઈને ખૂબ જ વિવાદ થયો હતો. ફિલ્મ રિલીઝના દિવસ સુધી વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યો હતો પરંતુ ફિલ્મનું કલેક્શન તેનાથી વિપરીત હાઈએસ્ટ જોવા મળ્યું હતું. વિવાદ ઉભો થતાં ચોક્કસ દર્શકોમાં કુતુહલ અને ઉત્સુકતા જાગે છે જેના લીધે દર્શકવર્ગ થિયેટર સુધી ખેંચાઈ આવતો હોય છે.