મુન્દ્રાની શાળામાં બાળકોને પાસે નમાઝ અદા કરાવતા હિંદુ સંગઠનોમાં રોષ
શાળા એ શિક્ષણનું મંદિર છે, પરંતુ બાળકોને શિક્ષા ની જગ્યાએ બીજા જ પાઠ ભણવામાં આવી રહ્યા છે, મહેસાણા બાદ મુન્દ્રાની એક શાળા માં પણ બાળકોને ધર્મના નામે ગેરમાર્ગે દોરવાનો કિસ્સો સામે આવ્યો છે. મુન્દ્રાની એક ટ્રસ્ટ સંચાલિત શાળામાં ઈદ ની ઉજવણીના ભાગ રૂપે બાળકો પાસે નમાઝ પઢાવાવામાં આવી હતી. પરંતુ આ બાબતે વાલીઓ તેમજ ધાર્મિક સંગઠનો માં રોશની લાગણી પ્રસરી હતી.
મહેસાણાની એક ખાનગી શાળા માં પણ આવી ઘટના સામે આવી હતી ત્યાર બાદ મુન્દ્રાની પર્લ સ્કુલમાં પણ બકરી ઈદ ની ઉજવણીના દિવસે યોજેલા કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી અને એ વીડિઓ શાળા દ્વારા જ સોસીઅલ મીડિયા પર મુકવામાં આવ્યો જેને જોઇને ધાર્મિક સંગઠનો અને વાલીઓની ધાર્મિક લાગણીને ઠેંસ પહોચી હતી જે બાબતે રોષ ઠાલવ્યો હતો
આ બાબતની ગંભીરતાને સમજી શાળા દ્વારા વિડિઓ હટાવી દેવાયો અને સંચાલકો તેમજ ટ્રસ્ટીઓ એ માફી પણ માંગી અને ભવિષ્યમાં આવી ઘટના નહિ થાય એવી ખાતરી પણ આપી હતી.
આ સમગ્ર ઘટના સામે આવતા કચ્છ જીલ્લાના ડીડીઓ દ્વારા શિક્ષણાધિકારી અને જીલ્લા પ્રાથમિક સીખ્સ્નાધિકારીને વધુ તપાસ માટે આદેશ આપ્યા તેમજ તાલુકલા સીક્ષનાધિકારીની ટીમ ને તપાસ માટે મોકલવામાં આવી છે, જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. અ ઉપરાંત શાળાના સંચાલકોએ આચાર્યને સસ્પેન્ડ કરવાની પણ સુચના આપી હોવાનું જણાયું છે.