ગુજરાત વિધાનસભાની જાહેરાત થતાં જ રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની બેઠકોને સરભર કરવાની તૈયારી ચાલી રહી છે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીને લક્ષીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત પણ થવા લાગી છે. ત્યારે આ નામોના લીધે ઘણા વિવાદ પણ જોવા મળી રહ્યા છે.ઘણા કાર્યકરો પક્ષ માથી રાજીનામું આપી બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે.
કોંગ્રેસે પણ વિધાનસભની બેઠકોને સરભર કરવા ઉમેદવારોના એક પછી એક લિસ્ટ જાહેર કરી રહ્યા છે. ત્યારે અમુક ઉમેદવારોના નામને લઈને કોંગ્રેસમાં વિવાદ જોવા મળી રહ્યો છે. જામનગર ગ્રામ્ય બેઠક પર જીવણભાઈ કુંભારવાડિયાનું નામ જાહેર થતાં વિવાદ સર્જાયો છે. જામનગર ગ્રામ માટે ત્યના પ્રબળ દાવેદાર કાસમભાઇ ખફીના નામને બદલે જીવણભાઈ કુંભારવાડિયાનું નામ જાહેર થતાં જ વિવાદ સર્જાયો.
કાસમ ખફી જિંગાર જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને નગરસેવક પણ રહી ચૂક્યા છે. કાસમ ખફીના નામની જાહેરાત ન થતાં તમને પોતાની નારઝ્ગી વ્યક્ત કરતાં પક્ષમાથી રાજીનામું આપ્યું છે. તેમણે મસિતીયા ગામે સંમેલનમાં યોજી રહી અંગે જાહેરાત કરી છે.