જૂનાગઢના કાર ચાલક અને જેપુરના ફસાવેલા પટેલ પ્રૌઢની પૈસા પડાવવા હત્યા કર્યાની કબુલાત
ગોંડલ તાલુકાના વેકરી ગામના તળાવમાં કાર ડુબાડી જેપુર અને જૂનાગઢના યુવાનની હત્યાના ગુનામાં સંડોવાયેલી વિવાદાસ્પદ યુવતીની પોલીસે ધરપકડ કરી છે. પૈસા માટે ધર્મપરિવર્તન કરવું અને હની ટ્રેપમાં સંડોવાયેલી મહિલા સાથે અન્ય કોણ સંડોવાયું છે તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ હાથધરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના વંથલી રોડ પર આવેલા દિપજંલી-૨માં રાજમહેલ એપાર્ટમેન્ટમાં રહેતા ટેકસી ચાલક અશ્ર્વિનભાઇ પ્રેમજીભાઇ પરમાર અને જેપુરના રમેશ કલા બાલધાની વેકરી ગામના તળાવમાંથી કાર સાથે લાશ મળી આવ્યા બાદ બનાવ ડબલ મર્ડરનો હોવાનું અને પૈસા કમાવવા બંનેને મોતને ઘાટ ઉતાર્યાના નાસીરખાને કબુલાત આપ્યા બાદ ડબલ મર્ડરમાં તેની પૂર્વ પત્ની મંજુ ઉર્ફે મરીયમની સંડોવણી હોવાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી છે.
નાસીરખાને પોતાની પુર્વ પત્ની મંજુ ઉર્ફે મરિયમ સાથે મળી મંજુના બીજા પતિ રમેશ કલા બાલધાની હત્યા કરી તેના નામો વીમો અને ખેતીની જમીન હડપ કરવાનો પ્લાન બનાવી રમેશની હત્યા કરવા માટે અશ્ર્વિન પરમારની કાર ભાડે કર્યા બાદ બંનેને દારૂ પીવડાવી કાર ગોંડલ તાલુકાના વેકરી પાસે તળાવમાં ડુબાડી દીધાની સ્ફોટક કબુલાત આપતા પોલીસ પણ ચોકી ઉઠી છે.
ગોંડલ અને જેતપુર વચ્ચે આવેલા જેપુરના રમેશ કલાભાઇ બાલધાની ઉમર થવા છતાં લગ્ન ન થતા તેને મુસ્લિમ યુવતી મરિયમ સાથે લગ્ન કર્યા હતા. ત્યારે મરિયમના પરિવારજનોએ રમેશ બાલધાના નામનો રૂા.૨૫ લાખનો વીમો ઉતરાવવાનું નક્કી થયું હતું. રમેશનું આકસ્મિક મોત થાય તો વીમાની રૂા.૨૫ લાખની રકમ વારસદાર તેની પત્ની મંજુ ઉર્ફે મરિયમને મળે તેમ હોવાથી મંજુ ઉર્ફે મરિયમે પોતાના ભાઇ નાસીરખાન સાથે મળી રમેશ બાલધાની હત્યાનો પ્લાન બનાવ્યાની નાસીરખાને પોલીસ સમક્ષ કબુલાત આપી છે.
રમેશ બાલધાને ગોંડલ નજીક જેપુર ગામે આઠ વિઘા જમીન હોવાનું અને તેના નામો રૂા.૨૫ લાખનો વીમો મુંજ ઉર્ફે મરિયામને મળે તે માટે તેની હત્યા કરી સમગ્ર બનાવને આકસ્મિક ઘટનામાં ખપાવવા માટે ઘડેલા કાવતરાના ભાગરૂપે જૂનાગઢના અશ્ર્વિનભાઇ પરમારની જી.જે.૧૧બીએચ. ૮૩૨૪ નંબરની વીસ્ટાકાર ચોટીલા દર્શન કરવા માટે ભાડે કરી હતી ત્યાંથી પરત આવ્યા ત્યારે નાસીરખાને પોતાની પ્રથમ પત્ની મંજુ ઉર્ફે મરિયમને ગોંડલ ઉતારી દીધા બાદ કાર ચાલક અશ્ર્વિનભાઇ પરમાર અન રમેશ કલાભાઇ બાલધાને ચીકાર દારૂ પીવડાવ્યા બાદ ગોંડલ તાલુકાના વેકરી ગામે તળાવ પાસે ઢાળમાં કાર ઉભી રાખી કારના ચારેય દરવાજા લોક કરી ધક્કો મારી દેતા અશ્ર્વિનભાઇ પરમાર અને રમેશભાઇ બાલધાના કાર સાથે તળાવમાં ડુબી જવાના કારણે મોત નીપજ્યાની નાસીરખાને જૂનાગઢ એલસીબી સમક્ષ આપેલી કબુલાતના આધારે ગતરાતે તેને સાથે રાખી વેકરી ગામે તળાવે આવી બંનેના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મોકલ્યા છે.
ગોંડલ તાલુકા પોલીસે નાસીરખાન અને તેની પ્રથમ પત્ની મંજુ ઉર્ફે મરીયમ સામે ડબલ મર્ડરનો ગુનો નોંધી તપાસ હાથધરી છે. પોલીસે મંજુ ઉર્ફે મરિયમની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણી પહેલા ખડીયાના નાનજીમાંથી નાસીર બનેલા શખ્સ સાથે મર્ડર, પત્નીને ત્રાસ તેમજ હનીટ્રેપના ગુનામાં સંડોવાયો છે.