ઉઘોગકારો પર્યાવરણના કાયદાઓનું બેફામ ઉલ્લંધન જીપીસીબીને પર્યાવરણના તજજ્ઞ અઘ્યક્ષ મળતા નથી

પ્રદૂષણ નિયંત્રણ માટે આકરા નિયમો કરવામાં આવી રહ્યા હોવા છતાં ઉદ્યોગો દ્વારા અવારનવાર બેફામ રીતે પર્યાવરણના કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. તે બદલ દર વર્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સરેરાશ ૩૦ હજારથી વધુ કેસ કરવામાં આવે છે તેમ છતાં પર્યાવરણ ક્ષેત્રના નિષ્ણાતોના કહેવા મુજબ હવાનું અને પાણી એટલે કે નદીઓમાં ઠલવાતા પ્રદૂષણમાં કોઇ નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો નથી. હવા, પાણી કે જોખમી કચરાનું પ્રદૂષણ ફેલાવતા હોય અને તે બદલ માર્ચ-૨૦૧૭ સુધી જીપીસીબી દ્વારા નોટિસ આપી હોય તેવા કેસ રાજયમાં કુલ ૩૨,૯૫૪ જેટલા છે. ૨૦૧૬ના વર્ષ સુધી આ આંકડો ૩૦,૪૮૫નો હતો એટલે કે જીપીસીબીના નોટિસ અને તે પછી એકમો બંધ કરવાના પગલા છતાં પણ સંખ્યાબંધ ઉદ્યોગો દ્વારા બેરોકટોક રીતે પ્રદૂષણ ફેલાવવાનું ચાલુ રહ્યું છે.

GujaratPollutionControlBoardપર્યાવરણવિદ્દ ઇજનેર મહેશ પંડયાના કહેવા મુજબ પ્રદૂષિત એકમો સામે પગલા લેવાતા હોય કે પ્રદૂષણ ઘટ્યું હોવાના આંકડા ભલે જાહેર થતા હોય પરંતુ દેખીતી રીતે પ્રદૂષણ ઘટ્યું હોય તેમ લાગી રહ્યું નથી. હજુ પણ અમદાવાદના નારોલ કે વટવાના રહેણાંક વિસ્તારોમાં પણ હવામાં કેટલું પ્રદૂષણ છે તે દેખાઇ આવે છે. ખારીકટ કેનાલથી લઇને ચોમાસામાં નદીઓમાં પ્રદૂષિત કચરો વહાવી દેવાના અને તેના કારણે ખેતીની જમીનને ભારે નુકસાન પહોંચાડવાના બનાવ અમદાવાદ કે મહેસાણા જિલ્લામાં અવારનવાર બનતા હોય છે. કેગના અહેવાલમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના મામલે બેકાળજીના અનેક ઉદાહરણ ટાંકવામાં આવ્યા છે. જીપીસીબીના અધ્યક્ષ તરીકે પણ સનદી અધિકારીના બદલે આ પર્યાવરણ ક્ષેત્રના તજજ્ઞની નિમણૂક પણ જરૂરી છે. અન્ય પર્યાવરણવિદ્દ ફાલ્ગુની જોષીના કહેવા મુજબ ગુજરાત હાઇકોર્ટે હવા-પાણીના પ્રદૂષણના કારણે જમીનને જે નુકસાન થાય છે તેનું વળતર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને મળતું નથી તે માટે જીપીસીબી પહેલ કરીને જિલ્લા દીઠ સમિતિ બનાવીને વ્યવસ્થા ગોઠવે તેવું સૂચન કર્યું હતું. જેનો હજુ સુધી અમલ થયો નથી. તે સાથે તમામ નગરપાલિકામાં સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ કાર્યરત થયા નથી. કેગના અહેવાલમાં સીઇટીપીમાં બેદરકારી અંગે પણ ગંભીર ટીકા કરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.