- ભારતીય બેટ્સમેનોના શોર્ટ સિલેકશન પર ગવાસ્કરે સવાલો ઉઠાવ્યાં: ક્રિઝ પર પહોંચ્યાની થોડી જ મિનિટોમાં ફેન્સી શોટ રમીને બેટ્સમેનો પોતાની વિકેટ કેવી રીતે ફેંકી શકે? ગવાસ્કર ભડક્યાં
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ગાબાના ઐતિહાસિક મેદાન પર ચાલુ છે. વરસાદ વિક્ષેપિત મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 445 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમનો ટોપ ઓર્ડર ફરી એકવાર ખરાબ રીતે પડી ગયો છે. યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ લૂઝ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી હતી. પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે ભારતીય બેટ્સમેનોની ખરાબ રમત પર સવાલ ઉઠાવ્યા છે. ખાસ કરીને શુભમન ગિલના શોટ સિલેક્શન પર લિટલ માસ્ટર પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો હતો. ગાવસ્કરે સવાલ ઉઠાવ્યો કે શુબમન ગિલ ક્રિઝ પર પહોંચ્યાની થોડી જ મિનિટોમાં ફેન્સી શોટ રમીને પોતાની વિકેટ કેવી રીતે ફેંકી શકે? સુનીલ ગાવસ્કર યુવા ભારતીય ખેલાડીના અભિગમથી નાખુશ છે.તમારી છબીને ડ્રેસિંગ રૂમમાં છોડી દો. ખાસ કરીને જ્યારે તમને ખબર ન હોય કે પિચ કેવી રીતે વર્તે છે તેના પર ધ્યાન દઈને બોલને છોડી દેવાની બદલે ખરાબ શોર્ટ રમી વિકેટ ગુમાવી. વિરાટ કોહલીને ઑફ-સ્ટમ્પની બહાર જતાં બોલ પર આઉટ થવાની વર્ષોની નબળાઈને કારણે નિવૃત્તિ લેવાની સલાહ આપી દીધી છે. જેના પર ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કોહલીને મોટી સલાહ આપી અને સચિન તેંડુલકરે રમેલી સિડની ઇનિંગમાંથી શીખવા કહ્યું હતું. ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમની શરુઆત સારી રહી ન હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ 4 રન અને શુભમન ગીલ 1 રન કરીને પવેલિયન પરત ફર્યા હતા. ત્યાર બાદ ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલ વિરાટ કોહલી પણ સંકટ સમયે ભારતીય ટીમને છોડીને જતો રહ્યો હતો. ભારતીય ઇનિંગની 8મી ઓવરમાં જોશ હેજલવુડે ઓવરના બીજા બોલ પર કોહલીને પોતાનો શિકાર બનાવ્યો હતો. કોહલી આઉટ સાઇડ સ્ટમ્પની બહાર જતાં બોલને રમવા જતાં ફરી આઉટ થયો હતો. આ રીતે ઘણાં વર્ષોથી ટેસ્ટ ક્રિકેટમાં બહાર જતી બોલ પર આઉટ થઇ રહેલા વિરાટ કોહલીને હવે સુનીલ ગાવસ્કરે મોટી સલાહ આપી છે.’ વિરાટ કોહલીને લઈને સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, ’તેણે પોતાના હીરો સચિન તેંડુલકર પાસેથી જ શીખવું જોઈએ. જે રીતે સચિન તેંડુલકરે પોતાની ઓફ સાઇડની રમત પર નિયંત્રણ રાખ્યું હતું. જ્યારે તેણે સિડનીમાં 241 રન બનાવ્યા ત્યારે તે ઇનિંગ દરમિયાન તેણે કવર તરફ કોઈ શોટ રમ્યો ન હતો. કારણ કે પહેલા તે કવર શોટ તરફ રમીને આઉટ થઈ રહ્યો હતો. તે ઇનિંગ દરમિયાન સચિને બધા જ શોટ સીધા અને ઓન સાઈડની દિશામાં રમ્યા હતા. એ જ રીતે કોહલીએ પણ પોતાના મન પર નિયંત્રણ રાખવું પડશે. તે ઓફ સ્ટમ્પ પર માત્ર ડીફેન્ડ કરવા જ રમે અને તેને સ્કોરિંગ વિશે વિચારવું જોઈએ નહીં. કોહલીએ સ્ટ્રેટ કે મિડ વિકેટ તરફ રમવું જોઈએ.
ચોથા-પાંચમા સ્ટમ્પ પર રમવાની ભૂલ ભારતીય બેટરોને જ ભારે પડી
ગાબા ટેસ્ટમાં ભારતીય ટીમની હાલત કફોડી બની છે ત્યારે મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન હેડને ભારતીય બોલરોને સલાહ આપી હતી કે, તેઓ ચોથા-પાંચમા સ્ટમ્પમાં બોલિંગ કરી ઓસ્ટ્રેલિયાના બેટરોને ટેસ્ટ કરે. જો કે ભારતીય બેટરોએ જ ચોથા પાંચમા સ્ટમ્પના બોલ રમીને, ખરાબ શોટ સિલેકશનના કારણે પોતાની વિકેટ ગુમાવી છે. હાલ તો ભારતીય ટિમ પર ફોલોનનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગાબા ટેસ્ટમાં ભારતીય ટીમને કોઈ બચાવી શકે તો તે વરસાદ જ છે.