ગુસ્સો કરવાથી જીવનમાં તકલીફો ઘટવાને બદલે વધી જાય છે ,વધું પડતો ગુસ્સો લોકોનો વિકાસ અટકાવે છે .તો વડી ગુસ્સો કરવાથી માનસિક અને ભાવાત્મક તકલીફો સર્જાય છે જો તમને પણ વધું ગુસ્સો આવતો હોઇ તો આ ખોરાક તમારા ગુસ્સાને કંટ્રોલ કરવામાં મદદરૂપ બનશે .
ચોકલેટ
ચોકલેટનો શોખ છે તો તમને આ ચોકલેટ ગુસ્સો કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે થોડીક ડાર્ક ચોકલેટ ખાઈ લેવી.
અખરોટ
અખરોટમાં પ્રોટીન, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ સારી માત્રામાં હોય છે. અખરોટાં રહેલા ઓમેગા 3 ફેટી એસિડ પણ હોય છે જે તમારા મગજને શાંતા રાખશે અને ખુશ રહેવામાં મદદ કરશે.
નાળિયેર
ગુસ્સો જ્યારે પણ આવે છે ત્યારે બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે સાથે સુગર લેવલ પણ વધી જાય છે. નારિયેળ પાણી પીવાથી ગુસ્સા પર કંટ્રોલ મેળવી શકાય છે.
બદામ
પોષક તત્વોથી ભરપૂર બદામને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી અનેક ફાયદા મળે છે. બદામ મગજની નસો પર કામ કરે છે જેથી ગુસ્સાને કાબુ કરવામાં મદદ મળે છે.
કેળા
કેળા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા હોય છે અને તેની સાથે ગુસ્સાને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલા વિટામીન બી અને પોટેશિયમ રહેતા હોય છે જે તમને રિલેક્સ કરવાનું કામ કરે છે.
આમ તમે આ ખોરાકને તમે તમારા ગુસ્સારૂપી ટી. વી. ને કંટ્રોલ રિમોટ તરીકે તેનો ઉપયોગ કરી શકો છો