કલેકટર કચેરીમાં ૨૪ કલાક ચાલુ રહેશે કંટ્રોલરૂમ: નાગરિકોને હેલ્પલાઇનનો લાભ લેવા જિલ્લા કલેકટરની અપીલ
કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધતુ જાય છે, એવા કપરા સમયે પ્રજાજનોને શહેરની ખાનગી હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતાની સંપૂર્ણ માહિતી આપવા કલેકટર કચેરીમાં હવે ૨૪ કલાક ક્ધટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.
અત્યાર સુધી લોકો આ વાતથી માહિતગાર ન હતા કે શહેરની કઇ કઇ ખાનગી હોસ્પિટલોમાં બેડની સુવિધા ઉપલબ્ધ છે. જેથી લોકોને મુશ્કેલી પડી રહી હતી. લોકોની આ સમસ્યાને નિવારવા જિલ્લા કલેકટરે આ મહત્વની વ્યવસ્થા ગોઠવી છે જેથી લોકોને માહિતી મળી શકે આજથી શ કરવામાં આવેલી આ હેલ્પલાઇનનો લાભ લેવા કલેકટરે નાગરિકોને અપીલ કરી છે. કોરોના વાયરસ કોવીડ -૧૯ની કામગીરીના સંદર્ભે રાજકોટ ખાતે આવેલ કોરોના માટે સારવાર આપતી ખાનગી હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા અંગે તેમજ અન્ય માહિતી માટે નાગરિકોને કોઈપણ સમયે ફોન દ્વારા માહિતી મળી શકે તે માટેરાજકોટ કલેકટર કચેરી ખાતે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરી તેમાં પાંચ ટેલીફોન નંબર કાર્યરત રહે તે માટે આજ તા. ૨-૯-૨૦૨૦ના રોજ સવારના ૬-૦૦ કલાકી હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે. જેના નંબર ૯૪૯૯૮ ૦૪૦૩૮, ૯૪૯૯૮ ૦૬૪૮૬, ૯૪૯૯૮ ૦૧૩૩૮, ૯૪૯૯૮ ૦૬૮૨૮ અને ૯૪૯૯૮૦૧૩૮૩ છે.
રાઉન્ડ ધ ક્લોક ચાલુ રહેનાર આ હેલ્પ લાઈનનો લાભ લેવા માંગતા નાગરિકોને કંટ્રોલ રૂમમાં ઉપસ્તિ અધિકારી – કર્મચારીઓ દ્વારા જરૂરી માહિતી પુરી પડાશે. તેમ રાજકોટ જિલ્લા કલેકટરની અખબારી યાદીમાં જણાવાયું છે.