ગુજરાતમાં એક દિવસીય પ્રવાસ પર આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે અમરેલીમાં મધ્યસ્થ બેંકના કાર્યક્રમાં હાજરી આપી હતી. અને ગુજરાત કો-ઓપ-બેક દ્વારા તૈયાર કરાયેલા ખેડૂત રથનું લોકાર્પણ કર્યું હતું. સૌથી પહેલા ખેડૂતોને રામ-રામ અને જયશ્રીકૃષ્ણ કહીને સંબોઘિત કર્યા હતા. રાજનાથસિંહે રાફેલ મુદ્દે પણ કહ્યું કે, આરોપ સાબિત ના થાય ત્યાં સુધી આક્ષેપો કરવા અયોગ્ય છે, આ મુદ્દે સરકારે પણ સ્પષ્ટીકરણ આપી દીધુ છે.
ગૃહરાજ્યમંત્રી રાજનાથ સિંહ હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. દિલ્હીથી રવાના થઈ ભાવનગર પહોંચ્યા હતા. એરપોર્ટ પર સ્થાનિક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું,. બાદ હેલિકોપ્ટર મારફતે અમરેલી ખાતે રવાના થયા હતા. રાજનાથ સિંહે અમરેલીમાં જિલ્લા મધ્યસ્થ બેંકના કાર્યક્રમમાં હાજરી આપી. જ્યાં તેમણે ગુજરાત સ્ટેટ કો-ઓપ-બેન્ક દ્વારા તૈયાર કરાયેલા ખેડૂત રથનું લોકાર્પણ કર્યું હતું.
રાજનાથ સિંહે વિવિધ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી હતી. તેમના હસ્તે 5 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું. મોટી સખ્યામાં સહકારી આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
અમરેલી બાદ 3 વાગ્યે વડોદરા એરપોર્ટ ખાતે આગમન કર્યું ત્યાર બાદ સાંજે 5 વાગ્યે વડોદરા મિલન પાર્ટી પ્લોટ ખાતે કાર્યકરો સાથે સંવાદ બાદ દિલ્હી જવા રવાના થશે.