પાક. દ્વારા મુકવામાં આવેલી શરતોને ભારતે નકારી કાઢી
પાકિસ્તાન સરકારે ભારતને નેવીના પૂર્વ કમાંડર કુલભૂષણ જાધવને મળવા માટે કોન્સ્યુરલર એક્સેસ આપવાની જાહેરાત કરી હતી. જો કે ભારતે પાકિસ્તાનના આ પ્રસ્તાવને સ્વીકારતા પહેલા રાજકારણીઓની કોઈ પણ પ્રકારની રોક ટોક વિના જાધવ સો મુલાકાત કરવાની માગ કરી હતી. મહત્વનું છે કે, પાકિસ્તાન તરફથી ભારતના આ પ્રસ્તાવનો હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે ગુરુવારે કહ્યું કે, જાધવને શુક્રવારે રાજકીય સપર્ંકની સુવિધાઓ આપવા અંગે અમને ભારતીય વિદેશ મંત્રાલયની તરફી કહેવામાં આવ્યું હતું કે, તેઓ ડિપ્લોમેટિક ચેનલના આધારે જ પાકિસ્તાનના પ્રસ્તાવનો જવાબ આપશે. રિપોર્ટ્સ પ્રમાણે, પાકિસ્તાનની શરત છે કે જ્યારે પણ કોઈ ભારતીય અધિકારી જાધવને મળશે તો એક પાકિસ્તાની અધિકારી તેમની સો હશે.
આઈસીજેનાં ૧૬ જજોએ ૧૫-૧ની બહુમતીી કુલભષણ નથી ફાંસીની સજાને રદ કરી દીધી હતી. કોર્ટના અધ્યક્ષ જસ્ટિસ અબ્દુલકાવી અહેમદ યુસુફે કહ્યું હતું કે, જ્યાં સુધી પાક્સિતાન યોગ્ય રીતે નિર્ણયની સમીક્ષા અને તેની પર ફરીવિચારણા નહીં કરે, ત્યાં સુધી ફાંસીની સજા પર રોક યાવત રહેશે. આઈસીજેએ કહ્યું કે, પાકિસ્તાને કુલભૂષણ સો ભારતની વાતચીત અને કોન્સ્યૂલર એક્સેસના અધિકારને બાયપાસ કરી દીધું હતું.પાકિસ્તાને ભારતને કુલભૂષણ માટે કાયદાકીય પ્રતિનિધિ ઉપલ્બ્ધ કરાવવાની તક આપી ન હતી. પાકિસ્તાને વિયેના સંધિ હેઠળ કોન્સ્યૂલર રિલેશન નિયમોનું ઉલ્લંઘન કર્યું. જજોએ કહ્યું કે, પાકિસ્તાને ભારતને કુલભૂષણ જાધવ સો વાતચીત અને મુલાકાતના અધિકારી વંચિત રાખ્યું છે. ભારતે ઘણી વખત કોન્સ્યૂલર એક્સસ માટે અપીલ કરી હતી, જેને પાકિસ્તાને સતત નકારી દીધી હતી. આ એક વિવાદ વિનાનું તથ્ય છે કે પાકિસ્તાને ભારતની અપીલને માન્ય રાખી ન હતી. કુલભુષણ જાદવને મળવા માટે જે શરતો મુકવામાં આવી છે તે આંતરરાષ્ટ્રીય નિયમો વિરુઘ્ધની હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. વધુમાં આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા પણ પાકિસ્તાનને તાકીદ કરવામાં આવી છે કે, કુલભુષણને મળવા માટે નિયમોને હળવા કરવા જોઈએ અને યથાયોગ્ય પ્રયત્નો પણ કરવા જોઈએ.