જાહેર બાંધકામના કરોડોના કામો બંધ: રાજયના તમામ જીલ્લા કલેકટરને કોન્ટ્રાકર્સ એસો. દ્વારા આવેદન પત્ર પાઠવાયું
એસોસીએશનના પ્રમુખ અરવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ ૩૦મી જુનના રોજ અમદાવાદ ખાતે મળેલા એસોસીએશનના મહાસંમેલનમાં નકકી થયા મુજબ ૧ જુલાઇ ૨૦૧૭થી સમગ્ર દેશમાં લાગુ થયેલા જીએસટીના અમલનો ચાલુ પ્રગતિ હેઠળના કામોમાં વધારાનો અસહ્ય બોજો, રોયલ્ટી દર અને પરમીટમાં થયેલ અસહ્ય ભાવ વધારો અને અમારા સરકાર સાથેના વિવિધ પડતર પ્રશ્ર્નોની રજુઆત કરવા અંગે અમારા કારોબારી સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ ૪થી જુલાઇ ૨૦૧૭ના રોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, રાજય કક્ષાના ખાણ અને ખનીજ મંત્રી રોહિતભાઇ પટેલ, માર્ગ અને મકાન વિભાગના સચીવ વસાવા સાહેબ અને જીએસટીના ગુજરાત રાજયમાં કમિશ્નર ડો. પી.ડી. વાઘેલાને મળ્યું હતું. અમારા પ્રતિનિધી મંડળને રાજય સરકાર તરફથી હૈયાધારણ આપવામાં આવી હતી. પરંતુ આજદીન સુધી અમારા વિવિધ પ્રશ્ર્નો અંગે યોગ્ય નિરાકરણ નહિં આવતા તા.૧પ જુલાઇ ૨૦૧૭ના મઘ્યરાત્રિથી સમગ્ર રાજયમાં ચાલતાં સરકારી કામકાજો બંધ કરી દેવામાં આવ્યાં છે.
સરકારી કોન્ટ્રાકટરોની અચોકકસ મુદતની હડતાલમાં ૫૦૦૦ થી વધારે કોન્ટ્રાકટર્સ જોડાયા છે.જેની સીધી અસરરુપે ૧,૦૦,૦૦૦ થી વધુ લેબર થશે અને આશરે ૫૦,૦૦૦ કરોડના રાજયના કામો જેવા કે બીલ્ડીંગ, રોડ, બ્રીજ, સિંચાઇ, પાણી પુરવઠો, રાજયના તમામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, અર્બન ડેવલોપમેન્ટઓથોરીટી તેમજ જીઇબી પોલીસ હાઉસીંગ, ગુજરાત રાજયમાં રેલવેના કામો કરતા કોન્ટ્રાકટરો આવા બીજા સંલગ્ન વિભાગોના બાંધકામના કામો ખોરંભે પડશે. વધુમાં ભારત સરકારના ગુજરાત રાજયમાં બાંધકામ સંદર્ભે ચાલતા કામો જે કે સીપીડબલ્યુડી, એનએચએલઓ આ દરેક વિભાગ પણ સદહ હડતાલ સાથે જોડાયેલ છે. જેથી બાંધકામના આ કામોમાં પણ ઘણી ગંભીર વિપરીત અસર થવા પામશે.
નવા જીએસટીના કાયદાને લીધે ચાલુ ઇન્ફ્રાસ્ટકચરના પ્રગતિ હેઠળના કામો વધારાનો અસહ્ય બોજાની ભરપાઇ ચાલુ બીલ ચુકવણામાં સાથે કરી આપવા, બાંધકામમાં વપરાતા ખનીજોના રોયલ્ટી દર ભાવવધારો પાછો ખેંચવા અને પરમીટમાં૦ પ્રિયમિયમ, ઇ.સી, અને માઇનીંગ પ્લાન્ટની જોગવાઇ દુર કરવા બાબત એસોસીએશનની લાંબા સમયથી પડતર રજુઆતો અંગે જરુરી નિર્ણયો લઇ ત્વરીત અમલીકરણ કરવા બાબતે આવેદન પત્ર જીલ્લાના કલેકટરને પાઠવ્યું હતું.