હરિફાઇમાં નીચા ભાવે રાખેલા કોન્ટ્રાકટરોના પેમેન્ટમાં થતા વિલંબથી નફો વ્યાજમાં જતો રહેવાથી સારા કોન્ટ્રાકટરો સરકારી કામો રાખવાથી વિમુખ : વિલંબમાં થયેલા પેમેન્ટ માટે ૧ ટકા વ્યાજ સાથે જવાબદાર બાબુને દંડવાની સરકારની વિચારણા
વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરાયો હતો. આશરે ૪૦ દિવસ સુધી સજજડ બંધ રહેલા ધંધા વ્યવસાયોના કારણે પહેલેથી મંદ ચાલી રહેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાન થવા પામ્યું હતું. જેથી સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને દોડતું કરવા વિવિધ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. જેમાં વિવિધ સરકારી યોજનાઓને વેગવંતી બનાવવામાં આવનારી છે. પરંતુ, જેમાં આવી યોજનાઓને સાર્થક કરતા કોન્ટ્રાકટરોને જેમને કરેલા સરકારી કામોના પેમેન્ટ સમયસર મળતા ન હોવાની ફરીયાદો સામે આવી હતી. જેથી તાજેતરમાં સરકારે કોન્ટ્રાકટરોને તેમના બિલનું પેમેન્ટ મોડુ કરનારા બાબુઓને દંડવાનો નિર્ણય કર્યો છે.
કોન્ટ્રાકટરો હરિફાઇમાં નીચા ભાવે ટેન્ડર ભરીને સરકારી કામો રાખતા હોય છે જે બાદ કોન્ટ્રાકટર સમયસર કામ પૂર્ણ કરીને કોન્ટ્રાકટ આપનારી કચેરીમાં બિલ રજુ કરતાં હોય છે. પરંતુ, આ બિલને મંજુર કરવામાં સરકારી અધિકારી કર્મચારીઓ ભારે ઢીલ રખાતા હોવાની ફરીયાદો સમયાંતરે ઉઠતી રહે છે. જેના કારણે કોન્ટ્રાટકર પાર્ટીઓને લાંબા સમય સુધી તેમને પૂર્ણ કરેલા કામોનું પેમેન્ટ મળતું નથી. સરકારી કચેરીમાં અટવાયેલા પેમેન્ટના કારણે સૌથી વધારે અસર નાના અને મઘ્યમ વર્ગના કોન્ટ્રાકટરોને પડતી હોય છે. કારણ કે, આ વર્ગના કોન્ટ્રાકટરો સરકારી કામ સમયસર પૂર્ણ કરવા માટે જરૂ રી રકમ પોતાની બચતમાંથી કે બેન્કમાંથી લોન લઇને કે ઉછીના પૈસા લઇને કરતા હોય છે.
નાના અને મઘ્યમવર્ગના કોન્ટ્રકટરોને લાંબા સમય સુધી તેમના કામનું પેમેન્ટ ન મળવાથી તેમની સ્થિતિ કફોડી થતી હોય છે. એક તરફ તો તેમને હરિફાઇમાં ઓછા નફે કામ રાખ્યું હોય છે બીજી તરફ તેમને સમયસર પેમેન્ટ ન મળવાથી તેમનો નફો વ્યાજમાં જતો રહેતો હોય છે. સરકારી કોન્ટ્રાકટરે તેમને રાખેલું સરકારી કામ નિયમાનુસારના સમયમાં પૂર્ણ કરવાનું હોય છે જો કોન્ટ્રાકટર સમયસર કામ પૂર્ણ ન કરે તો તેમને સરકારી તંત્ર દ્વારા પેનલ્ટી કરવામાં આવે છે. જયારે તેમને સમયસર બિલનું પેમેન્ટ ન કરનારા તંત્રન.ે કોઇ પેનલ્ટી કરવામાં આવતી નથી. જેથી કંટાળીને નાના અને મઘ્યમ વર્ગના કોન્ટ્રાકટરો હવે સરકારી કોન્ટ્રાકટરનું કામ બંધ કરવા લાગ્યા છે. સરકારી કોન્ટ્રાકટનું કામ પડતું મુકનારા કોન્ટ્રાકટરોને ફરીથી કાર્યરત કરીને વિકાસ કાર્ય ઝડપી કરવા સરકારે હવે કમર કસી છે.
સરકારે તાજેતરમાં કરેલા એક નિર્ણય મુજબ સરકારી કોન્ટ્રાકટર રાખનારી પાર્ટીઓને સમયસર પેમેન્ટ આપવા વિવિધ તંત્રોને તાકિદ કરી છે. જે સરકારી અધિકારી કે કર્મચારીઓની ઢીલાસના કારણે કોન્ટ્રાકટર પાર્ટીને પેમેન્ટ ચુકવવામાં મોડું થશે તેમને એક ટકા વ્યાજ આપવાનું નિર્ણય કર્યો છે. આવા પેમેન્ટમાં ઢીલાસ કરનારા બાબુઓને પણ દંડવાનો નિર્ણય કરાયો છે. હાલમાં મોટાભાગના કોન્ટ્રાકટરો તેમને કરેલા સરકારી કામોના પેમેન્ટ સમયસર ન મળતા હોવાની ફરીયાદો કરી રહ્યા છે. અને સરકારી કોન્ટ્રાકટરના કામો કરવાનું બંધ કરી છે ત્યારે સરકારના આ નિર્ણયને નાના અને મઘ્યમ વર્ગના કોન્ટ્રાકટરએ આવનારીને હાલમાં સમયની માંગ સમાન ગણાવ્યો છે.
- નાના મઘ્યમ કોન્ટ્રાકટરોને સમયસર પેમેન્ટ મળે તો કાર્યરત રહી શકે : જે.ડી. આહિર
શ્રી બજરંગ ક્ધસ્ટ્રકશન ના જે.ડી. આહીર એ અબતક સો ની મુલાકાતમાં જણાવ્યું હતું કે નાના કોન્ટ્રાક્ટર પાસે અત્યારે કોઈ ધંધા રોજગાર ની જ્યારે મોટા કામો બધા પેકેજમાં મોટા કોન્ટાકટરો પાસે ચાલ્યા જાય છે.અત્યારે માટી કામ હોય,મેટલીંક કામ હોય કે સિવીલ વકર્ર્ હોય બ્રિજ ના તેમાં વિભાગ પાડવામાં આવ્યા છે જેથી સરકાર ના નિયમ મુજબ નાના કોન્ટ્રાકટરને બ્રિજ કોન્ટ્રાકટર મળી શકે તેમ ની છતાં ધંધો ચાલુ રાખવા મોટા કોન્ટ્રાકટરે પાસે થી પેટા માં કામ રાખવું પડે છે.માટી કામ જેવા કામ એ કલાસ બી કલાસ સી કલાસ કરતા તો તેમના માટે સરકારે રસ્તો કાઢવો જોઈએ જેથી દરેક ને ધંધા અને રોજગાર મળી રહે.હાલ માં અમુક કામ ના પૈસા મોડા આવતા હોય,અને કોન્ટ્રેક્ટર એ ડિપોઝિટ ભરેલ હોય તો સરકાર દ્વારા તેમને પૈસા ટાઈમ પર આપવામાં આવે તો સરળ રહે પણ જો સરકાર પૈસા ચુકવવામાં મોડું કરે તો કોન્ટ્રાકરને મુશ્કેલી પડતી હોય છે કેમ કે મજૂરો પૈસા ચૂકવાય ગયા હોય તો પછી તકલીફ પડતી હોય છે જેથી છેલ્લા ૬ વર્ષ માં ૭૦% જેટલા કોન્ટ્રાક્ટર એ પોતાનો ધંધો બંધ કરી દીધો છે.સરકાર હાલ માં જે નિર્ણય લેવાનો વિચારે છે કે સરકારી કર્મચારી કોઈ ના બિલ રોકે તો તેમને ૧% પેનલટી લાગશે જે ખરેખર સારી વાત છે અને કોન્ટ્રાક્ટર દ્વારા તે નિર્ણય ને આવકારવામાં આવશે અને સાથો સાથ નાના અને મઘ્ય વર્ગના કોન્ટ્રક્ટર છે તેમનું ધાયન રાખી અને ગ્રામ્ય વિસ્તાર માં રહેલ કેટેગરી ને દૂર કરવી જોઈએ કારણકે ગ્રામ્ય માં રોડ રસ્તા અને બ્રિજ જેવા કામ હોય તે નાના કોન્ટ્રેક્ટર ને આપી દેવું જોઈએ જેથી એક થી વધારે કોન્ટ્રાકટર ભેગા થઈ ને કામ કરી શકે અને સારું રોજગાર મેળવે.
- અમારો નફો અટવાયેલા પેમેન્ટના વ્યાજમાં ચાલ્યો જાય છે : અનિરૂઘ્ધ સિંહ જાડેજા
ગાયત્રી મજૂર બાંધકામ સહકારી મંડળી ના અનિરુદ્ધ સિંહ જાડેજા એ અબતક મીડિયા સો ની મુલાકાતમાં જણાવ્યું કે ઘણાં વર્ષો થી તેઓ કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે અત્યાર સુધી કોઈ દિવસ એવુ બન્યું ની કે પૈસા ટાઈમ પર મવ્યા ન હોય પણ હાલ કોઈ પણ ને પૈસા ટાઈમ પર મળતા ની જેથી બહાર થી પૈસા લઇ ને આપવા પડે છે જેથી અમારો જે નફો હોય તે વ્યાજ માં ચાલ્યો જાય છે.૨૦૧૬ સુધી માં તમામ પેમેન્ટ ટાઈમ પર તા છેલ્લા થોડા વર્ષો થી પૈસા ટાઇમસર મળતા ની દરેક તાલુકા માં આવા જ પ્રશ્નો ઉભા છે.જો શાખાવાળા બિલ લખે તો પ્રિઓડિટ વાળા અધિકારી ની કે ડોક્યુમેન્ટ પુરા ની જેવાઅલગ અલગ બહાના કરી અને ધક્કા ખવડાવી ને રોકી રાખે છે હાલ માં જે સરકારે નિર્ણય લિધો છે કે ખોટા બિલ અટવાડી રાખવા વાળા સામે કાર્યવાહી થશે અને પેનલ્ટી લાગશે જે યોગ્ય છે આવું થાય તેનો અમને સરકાર પર વિશ્વાસ છે અને વેલા તે પેહેલાં બિલ પાસ થાય અને જલ્દી પૈસા મળે તેવી આશા છે અને જો અમારી મંડળી ઉત્સર્જન મળશે તો મંડળી ના ભંડોળ માં વધારો થશે અને અમે પણ અમારા મજૂરો ને ભેટ આપી શકીશું.
- ૧૦૦૦માંથી માત્ર ૧૦ જેટલી જ મજુર બાંધકામ મંડળીઓ કાર્યરત : રાજેશભાઇ ચાવડા
શ્રી સોનલ મજૂર બાંધકામ સહકારી મંડળી ના રાજેશભાઇ બગડા એ અબતક સોની મુલાકાતમાં જણાવ્યું કે અત્યારે મુશ્કેલી થી કામ રાખીયે છીએ ત્યારે કોન્ટ્રાક્ટર તરીકે માલ રોકડ થી લેવો પડે છે તા મજૂરો ને નિયમિત પૈસા આપવા પડે છે છતાં કામ નું પેમેન્ટ ટાઇમસર તું ની જેથી અમારો નફો હોય તે વ્યાજ રૂપે ચાલ્યો જાય છે જેનાી કાઈ ફાયદો તી ની. પહેલા ૧૦૦૦ ની આસપાસ મંડળીઓ હતી જેમાંથી હાલ માં ૧૦ જેટલી મંડળીઓ કાર્યરત છે કારણકે કોઈ મંડળી ને સમયસર પૈસા ની આવતા જેથી અમે ઘણી વાર આ અંગે ની રાજુઆત પણ કરેલી છે.જામકંડોરણાનીમાં ૪ મંડળીઓ ને બ્લેકલીસ્ટ કારવામાં આવેલ છે ૨૦૧૬ થી અત્યાર સુધી સરકારના નિયમ મુજબ પૈસા કાપી અને આપવાના હતા જે નિયમ અનુસાર આપ્યોઅમે સરકાર સમક્ષ યોગ્ય નિર્ણય કરવાની માંગ કરીએ છીએ. જેસીબી વગેરે ની મશીનો પાછળ રોકડા પૈસા જતા હોય છે જે ૬-૮ મહિના સુધી આવતા ની જેથી આર્થિક મંદી નો માહોલ સર્જાયો છે.
- સમયસર પેમેન્ટ ન મળવાથી અનેકે કોન્ટ્રાકટરનો વ્યવસાય છોડયો : મનસુખભાઇ ઝાંપડીયા
મનસુખભાઈ ઝાપડીયા એ અબતક મીડિયા સોની વાતચીત માં જણાવ્યું કે સરકારે જે નિર્ણય લેવાનું વિચાર કરે છે કે સરકારી કર્મચારીઓ કોન્ટ્રાક્ટર ને પૈસા આપવામા મોડું કરે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને ૧ટકા પેનલટી આપવામાં આવશે તે ખૂબ જ સારો અને અનિવાર્ય નિર્ણય છે. જો કોન્ટ્રાક્ટર મોડું કરે તો તેમને તંત્ર દ્વારા પેનલ્ટી લગાવવામાં આવતી હોય છે પણ પહેલી વાર સરકાર ના નિર્ણય ને લીધે નાના તા મધ્યમ વર્ગ ના કોન્ટ્રાકટર ને ફાયદો થશે કારણકે તેવા કોન્ટ્રાકટર પૈસા ચૂકવવા વ્યાજે પૈસા લેતા હોય છે અને ઘણી વાર તો ૫ વર્ષે પણ નિવારણ આવતું ની જેથી તેમને વ્યાજ ભરવું પડે છે અને ખુબજ નુકશાની પણ ભોગવવી પડે છે.એવું પણ જોવા મળ્યું છે કે મધ્યમ અને નાના વર્ગ ના કોન્ટ્રાક્ટર કામ છોડી ને બીજા કામ શોધવા ચાલ્યા જાય છે.માલસામાન,મજૂરો ના લેબર માટે ના ચાર્જ અન્ય ડિપોઝિટ ભરેલી હોય અને લેબર ને પણ પૈસા ચૂકવાતા ની જો પૈસા ચુકવવામાં મોડું થાય તો પણ ઘણી મુશ્કેલી થાય છે.