નુકશાનીને કારણે લેબર કોન્ટ્રાકટરનું ફેકટરીના માલીકે જ અપહરણ કરાવ્યુ હોવાનું પ્રાથમિક તારણ
અબતક
રણજીતસિંહ ધાંધલ, ચોટીલા
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે તેવા સંજોગોમાં ચોટીલા નજીકથી અપહરણ નો બનાવ સામે આવ્યો હતો લેબર કોન્ટ્રાક્ટરની આપવાની કરી અને પાંચ લોકો નાસી છૂટયા હતા આ મામલે મોરબી પોલીસ અને સ્થાનિક પોલીસના ઉપક્રમે આ તમામ પાંચેય આરોપીઓની વાંકાનેર પાસેથી અટકાયત કરવામાં આવી છે અને અપહરણના ભોગ બનેલ કરણભાઈને પોલીસે છોડાવ્યા છે ત્યારે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ત્યારે વહેલી સવારે જે થયું હતું તેના મામલે પાંચ લોકોની પોલીસે અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવતા એક વર્ષ પહેલાં લેબર કોન્ટ્રાક્ટર દ્વારા 35 મજૂરોને લઈને ફેક્ટરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા જેમાં ફેક્ટરીમાંથી છૂટા કરી દેવામાં આવતા ફેકટરીનાં માલીકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સર્જાઇ હતી જેને લઇને નુકશાન જતા આ કોન્ટ્રાક્ટરનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. ત્યારે આ મામલે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ મામલે પોલીસે વાંકાનેરના અનિશ આદમ કુંઢીયા પીંજારા, કિશન મિથીલેશ પાસ્મન, મોજબાબુ સંજીત પાસ્મન, જયેશ રમેશ ઉધરેજા અને અબ્દુલ જુસમ બ્લોચ મકરાણીને અપહરણમાં ઉપયોગ કરવામાં આવેલી ગાડી જી.જે.36 એલ 4317 સાથે વાંકાનેરના અમરાપરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે અને ચોટીલા ખાતે એફઆઈઆર દાખલ કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે ત્યારે આજ મામલે આગળની કાર્યવાહી તમામે તમામના રિમાઇડ કોર્ટમાં રજૂ કરી અને માગવામાં આવશે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ડીવાયએસપી ચેતનભાઇ મુંધવા જણાવી રહ્યા છે.