સૌરાષ્ટ્ર-કચ્છના પીજીવીસીએલ તેમજ જેટકોના ૫૦ હજારથી વધુ કર્મચારીઓ અને તેના પરિવારજનોને મળશે ઉત્કૃષ્ટ તબીબી સારવાર
એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ સાથે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને તેમની સંલગ્ન કંપનીઓ જીએસઈસીએલ, જેટકો, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ અને ડીજીવીસીએલના કર્મચારીઓ અને તેઓના કુટુંબીજનોને કેશલેસ તબીબી સુવિધા પુરી પાડવા આખા ગુજરાતમાં કુલ ૧૯ જેટલી હોસ્પિટલો સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે. જેનાથી કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. આ હોસ્પિટલો પૈકી રાજકોટની એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલને પણ માન્યતા આપવામાં આવી છે. તેના કારણે પીજીવીસીએલના તેમજ જેટકોના તમામ કર્મચારીઓ અને તેના પરિવારજનોને આ સુવિધાનો લાભ મળશે.ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના જનરલ મેનેજર એન.સી.મુનશી અને વોકહાર્ટ હોસ્પિટલના સેન્ટર હેડ ડો.જગદીશ ખોયાણી વચ્ચે તાજેતરમાં જ સમજૂતિ કરાર કરવામાં આવ્યો છે. જીયુવીએનએલ અને વોકહાર્ટ હોસ્પિટલ સાથે થયેલ કરાર મુજબ ૧૯ પ્રકારની બિમારીઓ માટે કેશલેસ તબીબી સારવાર પુરી પાડવામાં આવશે. પીજીવીસીએલના અને જેટકોમાં કાર્યરત કર્મચારીઓ અને તેમના ૫૦ હજાર જેટલા પરિવારજનોને આ સુવિધા પ્રાપ્ત થશે. વોકહાર્ટ હોસ્પિટલના સેન્ટર હેડ ડો.જગદીશ ખોયાણીએ માહિતી આપતા જણાવ્યું કે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ દેશની સુપ્રસિઘ્ધ વોકહાર્ટ હોસ્પિટલ્સ લીમીટેડ ગ્રુપની હોસ્પિટલ છે. હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ૬ ઓપરેશન થિયેટરો તેમજ અતિઆધુનિક કાર્ડિયાક તેમજ અન્ય તમામ પ્રકારની ઉત્કૃષ્ટ સારવાર રાઉન્ડ ધી કલોક ઉપલબ્ધ છે. વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ૫૦ જેટલા સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સેવાઓ ઉપલબ્ધ છે. આ હોસ્પિટલ સાથે સૌરાષ્ટ્ર-કચ્છની ૫૦ જેટલી કોર્પોરેટ કંપનીઓએ તેમના અધિકારીઓ અને કર્મચારીઓની સારવાર માટે ટાઈઅપ કર્યું છે. વિશેષ માહિતી માટે રેશ્મા તન્ના ફોન નં.૬૬૯૪૪૯૯ અથવા માર્કેટીંગ એકઝીકયુટીવ કુશલ શર્માના મો.૯૦૯૯૯ ૪૬૪૮૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.