એજન્સી હેઠળ મુકવા કે કેમ તેની વિચારણમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કર્મચારીઓનો પગાર પણ નથી કર્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત કામ કરતા કર્મચારીઓને અગાઉ એજન્સી હેઠળ મૂકી દેવતા ભારે વિરોધ થયો હતો જેને પગલે આ નિર્ણય વિચારણા માટે સિન્ડિકેટમાં મુકાયો હતો જો કે સિન્ડિકેટ સભ્યોએ કરાર આધારીત કર્મચારીઓને એજન્સી હેઠળ મુકવાનું સર્વાનુમતે નક્કી કર્યું છે. જો કે યુનિવર્સિટીના સત્તાધીશોએ કરાર આધારિત કર્મચારીઓને એજન્સી હેઠળ મુકવાનો નિર્ણય કરવામાં વિલંબ કરતા હાલ આ કર્મચારીઓનો પગાર પણ થયો નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ નોન ટીચિંગ સ્ટાફમાં ૪૦૦ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેસ પર કામ કરે છે. જેમનો દર મહિને તા. ૧ થી ૫માં પગાર થઈ જાય છે પરંતુ ચાલુ મહિને ૯ તારીખ સુધી પણ પગાર ન થતાં કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અત્યાર સુધી કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતા કર્મચારીઑનું પી.એફ કાપતી ન હતી જો કે હવે કર્મચારીઓમાં માસિક પગાર માંથી ૧૨% પી.એફ કપાસે જેનો લાભ કર્મચારીને ૫ વર્ષ પછી મળશે તેમાં વધુ ૧૨% સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉમેરશે. પરંતુ લાંબે ગાળે ફાયદો મેળવતા કર્મચારીઓને માસિક પગારમાં કાપ મુકાતા મુશ્કેલી પડશે આ ચોક્કસ છે.