મંછુન્દ્રી નદીના કિનારે આવેલું છે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર: ૮ હજાર વર્ષથી પણ જુનુ શિવલીંગ જેનો પુરાણોમાં પણ ઉલ્લેખ મળી આવ્યો છે
દ્રોણેશ્ર્વર મહાદેવ જે સાસણ ગીર પાસે ગીર ગઢડાથી નજીક જયાં સ્વયંભૂ નંદિશ્ર્વરના મુખમાંથી જલધારા સવિરત વહે છે… જે મચ્છુન્દ્રી નદીનાં કિનારે આવેલું છે એ જળ કયાંથી આવે છે એ આજ સુધી કાઇેને ખબર નથી દરેક ઋતુમાં આ જળપ્રવાહ અવિરત પણે જલાભિષેક થાય છે.
૮૦૦૦ વર્ષથી પણ જુનું શિવલીંગ જેનો આપણા પુરાણોમાં પણ ઉલ્લેખ મળી આવે છે. શિવ પણ સ્વયંભુ, જલધારા પણ સ્વયંભૂ ગીર સાવજની ભૂમિમાં આવેલા છે. આ અત્યંત રમણીય સ્થળ જેનો અનેક દર્શનાર્થીઓ લાભ લઇ પ્રકૃતિની મજા માણી રહ્યા છે.પ્રકૃતિના ખોળે અને દ્રોણેશ્ર્વર મહાદેવના સાનિઘ્યે કુદરતનો નજારો નિહાળવાની મજા જ કંઇક ઓર છે.
મહાદેવ પાસે જે માનતા રાખીએ તે પૂર્ણ થાય છે: ગોપાલભાઇ પાથર
ગોપાલભાઇ પાથર(સ્થાનીક) એ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દ્રોણેશ્ર્વર મહાદેવ મંદિરમાં ગૌમૂખમાંથી શિવલીંગ પર જે પાણી પડે છે. આ બહુ પૌરાણીક મંદીર છે વર્ષોથી અહિં આવીએ છીએ. મહાદેવ પાસે જે મન્નત માંગીએ તે પૂર્ણ થાય છે. સ્વયંભૂ રીતે જલાભિષેક થાય છે. દ્રોણ ડેમ પણ ખુબ સરસ છે. અહિંનું કુદરતી વાતાવરણ પણ ખુબ સારું છે. નદી જંગલ અને ગીરના ગુંજતાસિંહની અવર જવર રહેતું આ મંદીર છે. અહિંયા શ્રાવણ માસમાં તથા બાીકના દિવસોમાં લોકો આવે છે હાલ ડિસેમ્બર માસ છે જુન માસમાં ચોમાસા પહેલા પાણીની મસગ્ર જગ્યાએ અછત હોય છે. ત્યારે પણ અહીં પાણીનો અભિષેક ચાલુ જ હોય છે.ભગવાન શિવના ભકતો ગીરગઢડા પાસે આવેલું જે દ્રોણેશ્ર્વર મંદીર છે. તેના દર્શન કરે તેમની માનતા માને તો એ ચોકકસ ફળે છે. ગુજરાતના લોકોને હું કહેવા માંગુ છું કે દ્રોણ મંદીરની અવશ્ય મુલાકાત લો