નવ વર્ષમાં 900 થી વધુ બ્રાંચો ધરાવતી શ્રી નંદન કુરિયર લિમિટેડ બેકિંગ, ટ્રાન્સપોર્ટેશન સહિતની અનેક સેવામાં પણ કાર્યરત

ગુજરાત સ્થિત દેશની નંબર 1 ગણાતી કરિયર કંપની શ્રી નંદન કુરિયરે તેની નિરંતર સેવાના નવ વર્ષ પૂર્ણ કર્યા છે અને દસમાં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે . વિતેલા વર્ષમાં શ્રી નંદન કુરિયર લિમિટેડે તેના ટર્નઓવરમાં 200 ટકાનો વધારો નોંધાવ્યો છે અને જે રેકોર્ડબ્રેક છે . નવ વર્ષમાં સમગ્ર દેશમાં 900 થી વધુ બ્રાંચો ધરાવતી શ્રી નંદન કુરિયર લિમિટેડ કંપની , બેકિંગ , ટ્રાન્સપોર્ટ , કોર્પોરેટ સહિતની ગવર્મેન્ટ સર્વિસીસમાં પણ કાર્યરત છે.

નિરંતર સેવાની પર્યાય શ્રી નંદન કરિયરે કોરોનાના દોઢ વર્ષથી વધુના કપરા સમયમાં પણ સમગ્ર દેશમાં ખુણે ખુણે સર્વિસ આપેલ અને આવા જ અભિગમ સાથે વિસ્તરેલી શ્રી નંદન કુરિયર તેની સ્થાપનાના 9 વર્ષના ટૂંકા ગાળામાં ગ્રાહકોનો વિશ્વાસ જીતી હાલ દેશની નંબર 1 કંપની બની છે . શ્રી નંદન કુરિયરે નવ વર્ષની સફરમાં અનેક ઉતાર ચડાવ જોયા અને અનેક સિદ્ધીઓ હાંસલ કરી છે . કંપનીની શરૂઆત 15 જુન 2013 ના રોજ માત્ર આઠ બ્રાંચ સાથે થઈ હતી અને આજે દેશભરમાં 900 થી વધુ બ્રાંચ સાથે 9 વર્ષના ટૂંકા ગાળામાં પ્રાઈવેટ લિમિટેડમાંથી લિમિટેડ કંપની બનવાનની અને ગુજરાતની એક માત્ર લિમિટેડ કુરિયર કંપની હોવાની સિદ્ધી મેળવી છે. વર્ષોવર્ષ પોતાના ટર્નઓવરમાં વિસ્તરણ કરતી શ્રી નંદન કુરિયરે નવ વર્ષ દરમિયાન પોતાના નામે અનેક એવોર્ડ પણ અર્જિત કર્યા છે.

એમિનન્સ એવોર્ડ , સીએસઆર એક્સલન્સ એવોર્ડ અને ગુજરાત બ્રાંડ લીડરશિપ એવોર્ડ સહિતના અનેક એવોર્ડ કંપનીએ મેળવ્યા છે . એટલું જ નહી દેશની સૌથી મોટી પબ્લિક સેકટર અને સરકારી બેંક એવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગુજરાત ઝોનનું કરિયર સર્વિસનું કામ પણ શ્રી નંદન કુરિયર કરી રહી છે . એસબીઆઈ દ્વારા કંપનીનો કોન્ટ્રાકટ તાજેતરમા રીન્યુ પણ કરવામા આવ્યો છે . એસબીઆઈ ઉપરાંત આઈડીબીઆઈ સહિતની જાણીતી બેંકો તેમજ નાણાકીય સંસ્થાઓ તેમજ નામાંકિત કંપનીઓ – ઈન્સ્ટિટ્યુટ્સને પણ સર્વિસ પુરી પાડે છે . ઉપરાંત ગુજરાત સરકારનો ટ્રાન્સપોર્ટેશન વિભાગ હેઠળનો એસ.ટી બસોમાં એસ.ટી. પાર્સલનો કોન્ટ્રાક્ટ પણ શ્રી નંદન કુરિયરે મેળવ્યો છે . અને જે હેઠળ શ્રી નંદનકુરિયરરાજ્યની 8 હજારથી વધુ એસ.ટી બસોમાં પાર્સલની હેરફેર કરે છે . અનેરપથી વધુ બસ ડેપો ખાતે પાર્સલ બુકીંગ તેમજ ડીલેવરી કરે છે.

નવ વર્ષ પુરા થતા કંપનીના ચેરમેને જણાવ્યું કે અમારી નિરંતર સેવાના આ નવ વર્ષ માટે અમે અમારા માનવંતા ગ્રાહકો અને અમારા તમામ કર્મચારીઓનો આભાર માનીએ છીએ . દસમા વર્ષમાં પ્રવેશ કરતા અમે ઘણી ખુશી અનુભવીએ છીએ . ગ્રાહકોના વિશ્વાસ અને અમારા કર્મચારીઓની અથાગ મહેનતના પરિણામે અમે ગત વર્ષે ટર્ન ઓવરમાં 200 ટકાનો વધારો નોંધાવી ચુક્યા છે . જે અમારા માટે અને કુરિયર ઇન્ડસ્ટ્રી માટે એક સિધ્ધી સમાન છે . ગ્રાહકોને કુરિયર સર્વિસમાં કંઈક નવુ આપવાના અને શ્રેષ્ઠ સેવા આપવાના અભિગમ સાથે અમે આગળ પણ નવી સર્વિસ અને ફેસિલિટી ગ્રાહકોને આપતા રહીશુ તેમજ વધુ નવી બ્રાંચો સાથે અમારા નેટવર્કને વધુ વિસ્તરીત કરી વધુ મજબૂત બનાવીશું . શ્રી નંદન કુરિયરે ગ્રાહકોને પણ જાગૃત કરવાના ઉમદા વિચાર સાથે ડોક્યુમેન્ટ કે પાર્સલ બુક થયાના ક્ધફર્મેશન આપવાના એસએમએસમાં કોરોના અંગે તકેદારી રાખવાની અપીલનો પણ પ્રયાસ કર્યો છે .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.