વલસાડ રેલ્વે ટ્રેક ઉપર પાણી ફરી વળતા ટ્રેન વ્યવહાર પ્રભાવિત
વલસાડ જીલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને લઇ ને વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા તો સાથે સાથે વલસાડ રેલ્વે સ્ટેશન ઉપર ટ્રેક ઉપર વરસાદીપાણી ફરી વળતા મુબઈ અમદાવાદ ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો જેને પગલે મુબઈ અમદાવાદ તરફ જતી અનેક ટ્રેનો એક થી કલાક થી ૩૦ મિનીટ સુધી મોડી દોડતા અનેક મુસાફરો અટવાયા હતા
વલસાડ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આજે વરસાદને પગલે રેલ્વે ટ્રેક ઉપર પાણી ફરી વળ્યા હતા જેને પગલે મુંબઈ અમદાવાદ તરફ આવતી અને જતી ટ્રેન વ્યવહારને અસર થઇ હતી વલસાડ રેલ્વે ટ્રેક ઉપર ઘુટણ સુધીના પાણી ભરાઈ જતા અનેક ટ્રેનોને આગળના સ્ટેશનેજ અટકાવી દેવાની ફરજ પડી હતી
જયારે સંજાણ અને ઉમરગામ ની વચ્ચે પણ રેલ્વે ટ્રેક ઉપર પાણી ફરી વળતા અપ અને ડાઉન જતી બંને તરફ થી ટ્રેનો સતત એક કલાક થી ૨૦ મિનીટ સુધી મોડી દોડતા મુસાફરો અને કોલેજના વિધાર્થીઓ સ્ટેશને અટવાઈ પડ્યા હતા
જોકે બાદમાં પાણી ઉતરી જતા મોડે મોડે પણ ટ્રેનો દોડી હતી રેલ્વે તંત્રના જણાવ્યા મુજબ વરસાદને પગલે સવારે સુરત તરફ જતી સુરત વિરારટ્રેન , શટલ , મેમુ, ગુજરાતએક્ષપ્રેસ, શતાબ્દી, જેવી ટ્રેનો મોડી દોડી હતી જેને પગલે મુસાફરો અટવાયા હતા
વલસાડમાં સતત વરસતા વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
વલસાડના નીચાણવાળા ધોબીતળાવ વિસ્તારમાં ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી
વલસાડ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી સતત વરસી રહેલા વરસાદને પગલે વલસાડ શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા પાલિકા વિસ્તારમાં આવતા અનેક વોર્ડમાં ઢીચણ થી ઉપર સુધીના વરસાદી પાણી નો ભરાવો થતા વલસાડ પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સુન કામગીરી નો છેદ વરસાદે ઉડાવ્યો હતો
વલસાડ પાલિકાના વોર્ડનબર ૭ માં આવેલા ધોબી તળાવ વિસ્તારમાં નીચાણ વાળા કેટલાક ઘરોમાં પાણી ભરતા સ્થાનિકલોકો ની હાલત ગંભીર બની હતી વળી અવિરત વરસી રહેલા વરસાદે પડતા ઉપર પાટું મારવા જેવી સ્થિતિ ઉત્પન્ન કરી હતી ઘર માં ભરેલા પાણીના પગલે ઘરની ઘર વખરી અને અનાજ સહીતના અનેક સમાન ને નુકશાન થયું હતું
લોકો વરસાદી પાણી ઘરમાં ઘુસી જતા કીમતી અને ઈલેક્ટ્રોનિક સમાનને પાણીના પોહ્ચે તે રીતે ઉપર ગોઠવવા માં જોતરાયા હતા વલસાડના અન્ય વિસ્તારની વાત કરીએ તો નાનકવાડા વિસ્તારમાં આવેલા ટીવી રીલે કેન્દ્ર નજીકની રવીન્દ્રનગર સોસાયટીમાં પણ વરસાદી પાણી ઓ ઘુસ્યા હતા વલસાડ શહેરના નીચાણ વાળા એવા દાણા બજારમાં પણ એનેક દુકાનોના ઓટલા સુધી વરસાદી પાણી પોહચી ગયા હતા
આમ વલસાડ શહેર ના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા પાલિકા પ્રીમોન્સુન કામગીરીની વરસાદે પોલ ખોલીનાખી હતી