ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદના કારણે ડેમની સપાટી ૧૨૧.૦૩ મીટરે પહોંચી
ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી એવા સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો ઈ રહ્યો છે. હાલ ૨૨૯૯૨ ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ડેમની સપાટી આજે સવારે ૧૨૧.૦૩ મીટરે પહોંચી જવા પામી છે. હજુ ધોધમાર પાણીની આવક ચાલુ હોવાનું જાણવા મળી રહ્યુંછે.
મધ્યપ્રદેશમાં સતત પડી રહેલા વરસાદના કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો ઈ રહ્યો છે. ગત અષાઢી બીજી ગુજરાત સરકાર દ્વારા ડેમમાંી સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. છતાં ડેમની સપાટી ઘટવાને બદલે સતત વધારી રહી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ડેમની સપાટીમાં ૩૩ સે.મી. વધારો વા પામ્યો છે. હાલ ડેમની સપાટી ૧૨૧.૦૩ મીટરે પહોંચી જવા પામી છે. ડેમમાંી હાલ ૭૫૦૦૦ ક્યુસેક પાણી છોડાય રહ્યું છે જેની સામે ૨૨૭૯૪ કયુસેક પાણીની આવક ચાલુ હોવાના કારણે સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડેમ પર દરવાજા મુકવામાં આવ્યા છે. આ વર્ષે નર્મદા ડેમને પૂર્ણ ક્ષમતાી એટલે કે ૧૩૮ મીટર સુધી ભરવામાં આવનાર છે. જે રીતે ચોમાસાના આરંભે જ ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે, પ્રમ વર્ષે જ નર્મદા ડેમ પૂર્ણ ક્ષમતાી ભરાઈ જશે. અગાઉ ડેમની સપાટી ૧૨૧.૯૨ મીટરની હતી. જે નજર સમક્ષ રાખવામાં આવે તો ડેમ જૂની સપાટી મુજબ ઓવરફલો વામાં હવે માત્ર ૦.૯૦ મીટર જ બાકી રહ્યો છે. હાલ સરકાર દ્વારા સિંચાઈ માટે પાણી છોડવામાં આવતું હોવા છતાં ડેમની સપાટીમાં પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે જે રાજ્ય માટે સુકનવંતા વાવડ છે.