સેન્સેક્સે 60,000ની સપાટી તોડ્યા બાદ નવી ખરીદારી નિકળતા ફરી 60,000ને પાર: ડોલર સામે રૂપિયો નરમ
ભારતીય શેરબજારમાં આજે સતત ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા. સેન્સેક્સમાં 539 પોઈન્ટની અફરા-તફરી રહેવા પામી હતી. ઉઘડતી બજારે સેન્સેક્સ 60,000ની સપાટી તોડી હતી. જો કે ત્યારબાદ નવી ખરીદારીનો દૌર શરૂ થતાં ફરી 60,000ને પાર થઈ ગયો હતો. અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયામાં 34 પૈસાની નરમાશ જોવા મળી હતી.
આજે સવારે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ રેડ ઝોનમાં ખુલ્યા હતા. ઉઘડતી બજારે સેન્સેક્સે 60,000ની સપાટી તોડી ઈન્ટ્રા-ડેમાં 59967નો લો બનાવ્યો હતો. નિફટી પણ રેડઝોનમાં ગરમાવ થઈ હતી. જો કે, ત્યારબાદ રોકાણકારોએ નવેસરથી ખરીદીનો દૌર શરૂ કરતા માર્કેટમાં સારી એવી રીકવરી થવા પામી હતી. નાયકાનું આજે લીસ્ટીંગ થવા પામ્યું હતું. જેમાં રોકાણકારોને સારૂ એવું વળતર મળ્યું હતું. આઈપીઓમાં એક અરજી દીઠ 99 ટકા જેવું માતબર વળતર પ્રાપ્ત થયું હતું.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 118 પોઈન્ટના ઘટાડા સાથે 60315 અને નિફટી 43 પોઈન્ટના ઘટાડા સાથે 18001 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યું છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 35 પૈસાની નરમાશ સાથે 74.38 પર કામકાજ કરી રહ્યો છે.