ઔદ્યોગિક ક્ષેત્રે મીઠાની માંગમાં ગત ત્રણ વર્ષમાં 24 ટકાનો વધારો જ્યારે ખાદ્ય મીઠામાં છેલ્લા પાંચ વર્ષમાં 15 ટકાનો વધારો નોંધાયો

ગુજરાત 1600 કિલોમીટરનો સૌથી વિશાળ દરિયાકિનારો ધરાવે છે અને તેના લીધે ગુજરાતમાં મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થાય છે.  ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે અને તેના લીધે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે તો આ બાજુ મીઠા ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે.  ભારે વરસાદના લીધે મીઠ ઉદ્યોગને નુકસાન થયું છે. વાતાવરણમાં સતત ફેરફાર થવાના પગલે ઝેર બની ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

અત્યારે કમોસમી વરસાદના કારણે જે અન્ય ઉપજોને જે રીતે નુકસાની પહોંચી છે તેવી રીતે મીઠા ઉદ્યોગને પણ માઠી અસરનો સામનો કરવો પડ્યો છે ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે જે દેશનું કુલ 78 ટકા ઉત્પાદન પૂરું પાડે છે. બીજી તરફ ઔદ્યોગિક અને ખાદ્ય મીઠાની માંગમાં પણ વધારો જોવા મળ્યો છે અને આ જરૂરી ચીજ વસ્તુની શ્રેણીમાં આવતું હોવાથી આગામી સમયમાં કોઈ વિકટ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે દિશામાં હાલ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.

તજજ્ઞોનું માનવું છે કે સબરસની માંગમાં જે વધારો જોવા મળી રહ્યો છે તેની પાછળ જન સંખ્યામાં વધારો અને ઔદ્યોગિક કરણ મુખ્ય કારણ છે. વર્ષ 2017 અને 18 થી મીઠા ઉત્પાદનની સ્થિતિ કપરી બની છે. ગુજરાતમાં મીઠા ઉત્પાદનનો ત્રીજો ભાગ નિકાસ કરવામાં આવે છે ત્યારે હાલ જે બફર ચોક પડેલો છે તે કટોકટી સમયમાં તેનો યોગ્ય ઉપયોગ થઈ શકશે. માર્ચથી મે મહિનાના પ્રથમ સપ્તાહ સુધી મીઠા માટે પીક સમય હોય છે પરંતુ આ સમયગાળા દરમિયાન જે રીતે કમોસમી વરસાદ વરસ્યો તેનાથી આ ઉદ્યોગને ઘણી અસર પહોંચી છે.

ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશન ના જણાવ્યા મુજબ એક મોસમી વરસાદ પડે તો તે દસ દિવસની સાયકલ બદલી નાખે છે અને ઉત્પાદનમાં નુકસાની વહેંચવી પડે છે પરિણામે માર્ચ અને એપ્રિલ મહિનામાં મીઠાના ઉત્પાદનમાં ૨૦ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. વર્ષ 2017 થી જો વાત કરવામાં આવે તો મીઠા ઉત્પાદન 215 લાખ મેટ્રિક ટનથી 240 લાખ મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે જેની પાછળનું મુખ્ય કારણ કે કમોસમી વરસાદ અને વાતાવરણમાં થતા સતત બદલાવ જોવા મળી રહ્યા છે.

1 માર્ચ થી 11 મે દરમિયાન રાજ્યએ 30.5 એમએમ વરસાદ નોંધાવ્યો છે. જે ગત વર્ષની સરખામણીમાં 30 ગણો વધુ છે. જ્યારે મીઠાને પકવવામાં આવતું હોય ત્યારે તેના માટે ગરમી અહમ ભાગ ભજવતું હોય છે પરંતુ આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં ઠંડક જોવા મળતા આ સ્થિતિમાં ઘણાખરા અંશે બદલાવ આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી સોડા એસ અને કોસ્ટિક સોડા બનાવતી કંપનીઓની માંગમાં 24 ટકા જેટલો વધારો નોંધાયો છે. તજજ્ઞાનું માનવું છે કે સરેરાશ એક વ્યક્તિ પ્રતિ વર્ષ 6 કિલો મીઠાનું સેવન કરતું હોય છે અને વાતાવરણમાં જે રીતે બદલાવ થતો જોવા મળે છે તેને કારણે હવે ચોમાસાની ઋતુ પણ લંબાઇ રહી છે અને જે નવેમ્બર મહિના સુધી ચાલે છે. તારે હાલની સ્થિતિએ જે રીતે વાતાવરણમાં બદલાવ થઈ રહ્યો છે તેને કારણે સબરસ ઝેર બની ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.