વેસ્ટ ઝોનમાં ૫૯૭૨, ઈસ્ટ ઝોનમાં ૨૨૨૫ અને સેન્ટ્રલ ઝોનમાં ૮૭૫ પાણીના પાઉચ પકડાયા
રાજકોટમાં ગઈકાલથી પાણીના પાઉચના વેચાણ તથા ઉપયોગ પર મહાપાલિકા દ્વારા પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. દરમિયાન આજે સોલીડ વેસ્ટ શાખા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જયાં પાણીના ૯૦૭૨ પાઉચો જપ્ત કરવામાં આવ્યા હતા.
સેન્ટ્રલ ઝોનમાં રેસકોર્સ રીંગ રોડ, રૈયા રોડ, ઢેબર રોડ, યાજ્ઞિક રોડ, રેલવે જંકશન રોડ, એમ.જી. રોડ, મવડી રોડ, કોઠારીયા રોડ, ૮૦ ફુટ રોડ પર ચેકિંગ દરમિયાન ૮૭૫ પાણીના પાઉચ, વેસ્ટ ઝોનમાં ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયા રોડ, અમીન માર્ગ,નાનામવા રોડ અને મવડી રોડ પરથી ૫૯૭૨ પાણીના પાઉચ, ઈસ્ટ ઝોનમાં કુવાડવા રોડ, પેડક રોડ, હરીધવા માર્ગ, દુધસાગર રોડ, સંતકબીર રોડ, ભાવનગર રોડ અને કોઠારીયા રોડ પરથી ૨૨૨૫ સહિત ત્રણેય ઝોનમાંથી આજે ૯૦૭૨ પાણીના પાઉચનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.