સચિન, ગાવસ્કર સહિત તમામ ખેલાડીઓએ બાપુ નાડકર્ણીને શ્રદ્ધાંજલિ આપી
ક્રિકેટ જગતમાં અનેકવિધ ખ્યાતનામ ખેલાડીઓ પોતાની આગવી છાપ છોડીને ગયા છે તેમાં ભારતીય ટીમ તરફથી ઓલ રાઉન્ડર બાપુ નાડકર્ણીએ ચીર વિદાય લીધી છે. ઓલ રાઉન્ડર ખેલાડી તરીકે પોતાની ખ્યાતિ ઉભી કરનાર બાપુએ સતત ૨૧ ઓવર મેડન નાખી હતી અને ઈંગ્લેન્ડને ઘુંટણીયે પાડયું હતું. બિમારીનાં કારણે ૮૬ વર્ષની વયે બાપુએ દુનિયાને અલવિદા કરી છે તેને ભારત માટે ૪૧ ટેસ્ટ મેચ રમ્યા હતા જેમાં તેઓએ ૧૪૧૪ રન અને ૮૮ વિકેટો ઝડપી હતી. તેમનું સર્વાધીક ૪૩ રન આપી ૬ વિકેટ પ્રાપ્ત કરી હોવાનું સામે આવ્યું છે. ચેન્નઈ ખાતે રમાયેલા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં બાપુ નાડકર્ણીએ સતત ૨૧ ઓવર મેડન નાખી હતી ત્યારે ક્રિકેટનાં ખ્યાતનામ ખેલાડીઓ જેવા કે સુનિલ ગાવસ્કર, સચિન તેંડુલકર સહિત અન્ય સર્વેએ બાપુને શ્રદ્ધાંજલી આપી હતી.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક ટેસ્ટમાં સળંગ ૨૧ ઓવર મેડન ફેંકીને રેકોર્ડ બનાવનાર પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર બાપુ નાડકર્ણીનું શુક્રવારે નિધન થઈ ગયું હતું. તેઓ ૮૬ વર્ષના હતાં. તેમના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. નાડકર્ણીના જમાઈ વિજય ખરેએ જણાવ્યું કે,તેમનું ઉંમર સંબંધિત પરેશાનીઓના કારણે નિધન થયું હતું. નાડકર્ણી ડાબા હાથના બેટ્સમેન અને સ્પિનર હતાં. તેમણે ભારત તરફથી ૪૧ ટેસ્ટ મેચમાં ૧૪૧૪ રન બનાવ્યા અને ૮૮ વિકેટ લીધી હતી. તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૪૩ રન આપીને છ વિકેટ રહ્યું હતું. તેઓ મુંબઈના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર્સમાંથી એક હતાં. તેમણે ૧૯૧ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમી જેમાં ૫૦૦ વિકેટ લીધી અને ૮૮૮૦ રન બનાવ્યાં.
નાસિકમાં જન્મેલા નાડકર્ણીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ દિલ્હીમાં ૧૯૫૫માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને તેમણે પોતાની અંતિમ ટેસ્ટ મેચ પણ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ૧૯૬૮માં એમએકે પટૌડીની આગેવાની હેઠળ રમી હતી. તેમને સળંગ ૨૧ ઓવર મેડન ફેંકવા માટે યાદ રાખવામાં આવે છે. મદ્રાસ (હવે ચેન્નઈ) ટેસ્ટ મેચમાં તેના બોલિંગ આંકડા ૩૨-૨૭-૫-૦ હતું. પાકિસ્તાન વિરુદ્ધ ૧૯૬૦-૬૧માં કાનપુરમાં તેમના આંકડા ૩૨-૨૪-૨૩-૦ અને દિલ્હીમાં ૩૪-૨૪-૨૪-૧ હતું. સચિન તેંદુલકરે ટ્વીટ કરીને નાડકર્ણીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું કે,હું તમારા બોલિંગના રેકોર્ડ સાંભળીને મોટો થયો છું. મારા તરફથી શ્રદ્ધાંજલિ