નોટબંધી બાદ રીઝર્વ બેંક ઓય ઇંડીયા પાસે પરત આવેલી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોની ગણતરી અત્યારે પણ ચાલુ છે. આર.બી.આઇ. ૧પ મહીના પહેલા બંધ થયેલી નોટોની સંખ્યાના સચોટ આકલન અને પ્રમાણિકતા પર અત્યારે પણ કામ કરી રહી છે.
આર.બી.આઇ. એ એવું પણ કહ્યું કે, વેરિફીકેશનની પ્રક્રિયા પૂરી થવા સુધી અંદાજીત વેલ્યુમાં તફાવત હોઇ શકે છે. ૨૦૧૭ ની ૩૦મી જૂન સુધી જતા કરાયેલ નોટોની સંખ્યા ૧૫.૨૮ લાખ કરોડ રૂપિયા હતી.
આર.બી.આઇ. એ જણાવ્યું કે, નોટોની ગણતરી માટે ૫૯ કરંસી વેરિફીકેુશન એન્ડ પ્રોસેસીંગ મશીન મૂકાયા છે. કોમર્શિયલ બેંકો માટે વધુ ૮ સી.વી.પી. એમ. (મશીન) મૂકવામાં આવ્યા છે.
નોટબંધી પહેલા રૂ ૨૩૦૦૦ કરોડની નોટો આર.બી.આઇ. ન હોતી પહોંચી !
રૂપિયા ૨૩૦૦૦ ની ચલણી નોટો જે છપાઇ તો ખરી પરંતુ ડીમોનેટાઇજેશન એટલે કે નોટબંધી પહેલા રીઝર્વ બેંક ઓફ ઇંડિયામાં પહોચી ન હતી. ઉલ્લેખનીય છે કે આ ચલણી નોટો ત્રણ સિકયુરીટી પ્રિન્ટીંગ પ્રેસ નાસિક, દેવાસ અને મિસુરુમાં છાપવામાં આવી હતી.
આર.ટી.આઇ. એકિટવિસ્ટ મનોરંજન રોયે બોમ્બે હાઇકોર્ટમાં ફાઇલ કરેલી જનહિત અરજી (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન) ની સુનાવણી દરમિયાન તથ્ય બહાર આવ્યું હતું કે ત્રણ સિકયુરીટી પ્રિંટિંગ પ્રેસમાં રૂપિયા ૫૦૦ ની (નવી નોટ) ૧૯,૪૫,૪૦,૦૦,૦૦૦ (૧૯૪૫ કરોડ) છાપવામાં આવી હતી પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇંડિયા પાસે માત્ર ૧૮,૯૮,૪૬,૮૪,૦૦૦ પીસ જ નોટ પહોંચી હતી મતલબ કે ૪૬,૯૩,૧૬,૦૦૦ પીસ (રૂ ૨૩૪૬૫ કરોડ) નોટ ઓછી પહોંચી હતી.