આગામી તા. ૩૦/૦૮ થી તા.૦૪/૦૯ દરમ્યાન ભોપાલ ખાતે વોટરપોલોની સિનીયર નેશનલ ચેમ્પિયનશીપ ૨૦૧૯ યોજાનાર છે. આ ચેમ્પિયનશીપમાં ગુજરાતની ટીમ ભાગ લેનાર છે. ગુજરાતની ટીમનું સિલેક્શન તા.૧૬ થી ૨૭ ઓગષ્ટ ૨૦૧૯ દરમ્યાન થનાર છે. ગુજરાતની વોટરપોલો ટીમની સિલેક્શનમાં ભાગ લેનાર રાજકોટ તથા ગુજરાતમાંથી આવેલ સ્પર્ધકોને મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, દંડક અજયભાઈ પરમારે, ભોપાલ ખાતે યોજાનાર ચેમ્પિયનશીપમાં વિજેતા બની રાજકોટ શહેર અને ગુજરાત રાજ્યનું નામ રોશન કરવા શુભેચ્છા પાઠવેલ હતી.
ગુજરાતની વોટરપોલો ટીમના સિલેક્શન માટે રાજકોટ ડીસ્ટ્રીક સ્વીમિંગ એસોસીએશનનાં સેક્રેટરી તથા રેસકોર્ષ સ્નાનાગારનાં સંચાલક બંકિમ જોષી, સ્વીમિંગનાં કોચ નિમિશ ભારદ્વાજ, જય લોઢીયા, સાગર કક્કડ વિગેરે જેહમત ઉઠાવી રહેલ.
અગાઉ ૩ અને ૪ ઓગષ્ટ ૨૦૧૯નાં અમદાવાદ ખાતે યોજવામાં આવેલ સ્ટેટ કક્ષાની સ્પર્ધામાં રાજકોટની વોટરપોલો ટીમ ચેમ્પિયન થયેલ. રાજકોટની વોટરપોલો ટીમ સતત ૮ વર્ષથી ચેમ્પિયન રહે છે. તેમ સ્નાનાગાર સંચાલકે જણાવેલ.