રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર આયોજિત અને એચ.જે.સ્ટીલ પ્રાઇવેટ લી. કંપનીના સહયોગી જિલ્લા રમતગમત કચેરી રાજકોટ સંચાલિત રાજકોટ શહેર કક્ષાની નવરાત્રી રાસગરબા સ્પર્ધા યોજાઇ હતી.
સ્પર્ધાના પ્રારંભે એચ.જે.સ્ટીલ પ્રાઇવેટ લી. કંપનીના પબ્લીક રિલેશન ઓફિસરશ્રી વિરાંગભાઇ માંકડે ભાગ લેનાર તમામ ૩૭ ટીમોને સારા દેખાવ માટે શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે રાસ ગરબાએ ગુજરાતની આગવી ઓળખ અને સાંસ્કૃતિક ધરોહર છે.સ્પર્ધામાં પ્રાચીન ગરબા સ્પર્ધામાં પ્રમ ક્રમાંકે ચામુંડા ગ્રુપ, દ્વિતીય ક્રમાંકે કે.જી.ધોળકીયા ગ્રૃપ તથા તૃતીય ક્રમાંકે મોગલ ગ્રૃપ વિજેતા જાહેર થયા હતા.
જયારે રાસ સ્પર્ધામાં પ્રમ ક્રમાંકે હુડો ગ્રુપ, દ્વિતીય ક્રમાંકે નટરાજ કાના મંદિર તથા તૃતીય ક્રમાંકે ખેલૈયા ગ્રૃપ વિજેતા જાહેર થયા હતા. આજરીતે અર્વાચીન ગરબા સ્પર્ધામાં પ્રમ ક્રમાંકે વૃંદ ગ્રુપ રાજકોટ, દ્વિતીય ક્રમાંકે મોગલ ગ્રૃપ તથા તૃતીય ક્રમાંકે ચામુંડા ગ્રૃપ વિજેતા જાહેર થયા હતા.તમામ વિજેતા ગ્રૃપોને ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ વિજેતા ટીમો હવે રાજય કક્ષાએ ભાગ લેવા જશે.
કાર્યક્રમમાં એચ.જે. સ્ટીલ કંપની પ્રાઇવેટ લી. ના અધિકારીઓ, સરગમ કલબના પ્રમુખશ્રી ગુણવંતભાઇ ડેલાવાળા તથા રમતગમત અધિકારીશ્રી વી.પી.જાડેજા અને રમતગમત વિભાગના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં સ્પર્ધકો અને નગરજનો-શ્રેષ્ઠીઓ ઉપસ્થિતિ રહયા હતા.