ગીર સોમનાથ જિલ્લામાં કોવીડ ૧૯ સંક્રમણને અટકાવવા માટે સંબંધીત તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામા આવી રહ્યા છે.
વેરાવળ શહેરમાં અને ગીરગઢડાના કોરોના પોઝીટીવ કેસનાં દર્દી મળી આવેલ છે. વાયરસનાં ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં પગલા રૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશે જાહેરનામું પ્રસિધ્ધ કરી લોકોને અવર જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે.
વેરાવળ શહેરી વિસ્તારમાં હોટલ સુકુનની બાજુમાં રામ ભરોસા પોલીસ ચોકી પાસે આવેલ આસીફ રજાક પારેખનું મકાન, તાઈ મસ્જીદની બાજુમાં વખારીયા બજારમા આવેલ અનીતા ચુનીભાઈ ગોહેલનું મકાન, સાગર ચોક, ખારવાવાડ ખાતે આવેલ જાદવ લાલજી વણીકનું મકાન, ભુતળાબાર, ખારવાવાડ ખાતે આવેલ વિજયા કાનજી સુયાણીનું મકાન, તેમજ ગીરગઢડા મુકામેનાં સુભાષભાઈ ચંદુભાઈ ડાભીના મકાનથી રમેશભાઈ સામતભાઈ ડાભીના મકાન સુધીના કુલ ૧૦ ઘર કૃષ્ણ મંદિર વિસ્તાર, કાળુભાઈ પાંચાભાઈ ભાલીયાના મકાનથી પ્રવિણદાસ જાદકીદાસ કાપડીયાના મકાન સુધીના કુલ ૧૦ ઘર કોવીડ ૧૯ કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો છે. આ વિસ્તારમાંથી ખેતી વાડીના કામ માટે જવા આવવાની છૂટછાટ આપવામાં આવી છે. આ હુકમ તાત્કાલીક અસરથી તા.૨.૯ સુધી અમલમાં રહેશે.