- મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ ભાવનગર વિઝન 2030 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ એકસ્પોના વિવિધ સ્ટોલની મુલાકાત લઇ જરૂરી માહિતી મેળવી
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભાવનગરના જવાહર મેદાન ખાતે આયોજિત વાયબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ એક્સ્પોનાં ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ્પોમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, એક સક્ષમ અને વિઝનરી નેતૃત્વના લીધે વિકાસની વાયબ્રન્સીનો કેટલી હદે અને કેટલા સ્કેલ પર વિસ્તાર કરી શકાય તેનું દ્રષ્ટાંત આજનો આ વાયબ્રન્ટ ભાવનગર વિઝન-2030 એક્સ્પો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર અને સોશિયલ ત્રણેય સેક્ટર્સમાં વિકાસની વાઇબ્રન્સીનું સુશાસન સ્થાપ્યું છે. તેમના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે અને હવે મોદી 3.0 માં ત્રીજી મોટી મહાસત્તા બનાવવાનું એમનું લક્ષ્ય છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનએ મેક ઇન ઇન્ડિયા, મેઇડ ફોર ધ વર્લ્ડના ધ્યેય સાથે આપણાં ઉદ્યોગો, ખજખઊત બંનેને આત્મનિર્ભરતા સાથે ક્વોલિટી ઉત્પાદન માટે પ્રોત્સાહિત કર્યાં છે આ માટે પ્રો-પીપલ પોલિસીઝ અને પ્રોગ્રામ અમલી બનાવ્યાં છે. ગુજરાતને તો વડાપ્રધાનના આ આગવા વિઝનનો લાભ અઢી દાયકાથી મળતો રહ્યો છે. 2003માં વાયબ્રન્ટ સમિટનું બીજ રોપ્યું હતું. આ વાયબ્રન્ટ સમિટની સર્વગ્રાહી વિકાસ યાત્રાએ ગુજરાતને ગ્લોબલ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બનાવ્યું છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે આંકડાઓ સાથે કહ્યું કે, 2001-02માં ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ આઉટ પુટ રૂપિયા 44,886 કરોડ હતું, તે આજે રૂપિયા 6.7 લાખ કરોડ પહોંચ્યું છે. જી.એસ.ડી.પી વર્ષ 2001-02માં 1.23 લાખ કરોડ રૂપિયા હતો, જે આજે 22.3 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યો છે. તેમણે ઉમેર્યું કે, ઔદ્યોગિક ઉત્પાદનમાં 16%, ૠઉઙમાં 8.6% ફાળા સાથે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે અને ભારતની કુલ નિકાસમાં ગુજરાતનું યોગદાન 30 ટકાથી વધુ છે. વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે દરેક જિલ્લાઓ સુધી તેને પહોંચાડી છે. વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાવનગરમાં 1405 ખજખઊ એકમોએ લગભગ 1736 કરોડ રૂપિયાથી વધુના એમ.ઓ.યુ. કર્યાં છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઔદ્યોગિક વિકાસ થકી ભાવનગર જિલ્લાએ ગુજરાતને શિપ બ્રેકિંગ વ્યવસાયમાં વિશ્વમાં નામના અપાવી છે. વડાપ્રધાનના પ્રયાસો અને ભાવનગરના ઉદ્યોગ સાહસિકોના પરિશ્રમને પરિણામે ભાવનગરથી ઉત્પાદીત ક્ધટેનર્સ સમગ્ર દેશમાં ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપણને વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટેનો સંકલ્પ આપ્યો છે, તેને સાકાર કરવા માટે ગુજરાતને અગ્રેસર રાખવાની તેમણે નેમ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે,વડાપ્રધાનએ ભારતને 2025ના અંત સુધીમાં ટીબી મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તમારી આસપાસ જ્યાં પણ ટીબીના દર્દીઓ હોય તેમના માટે આવી પોષણ કિટનું વિતરણ કરીને ટીબી મૂક્ત ભારતના સંવાહક બનો તેવી અપીલ કરી હતી.
આ વેળાએ ક્લસ્ટર બેઈઝડ લોકલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વોકેશન એજ્યુકેશન યોજના અન્વયે ભાવનગરની આઇ.ટી.આઇ સાથે સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએસન, ભાવનગર તથા ચિત્રા ઈન્ડસ્ટ્રીઝ દ્વારા એમઓયુ કરવામાં આવ્યાં હતાં.
પ્રારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્રકાશભાઈ ગોરસીયાએ ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યુ હતું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ વાઈબ્રન્ટ ભાવનગર વિઝન- 2030 ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝઅલ એકસ્પોના વિવિધ સ્ટોલની મુલાકાત લઇને જરૂરી વિગતો મેળવી હતી.
કાર્યક્રમમાં કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત,ધારાસભ્યો સર્વ જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા અને ગૌતમભાઈ ચૌહાણ, ઈ.ચા જિલ્લા કલેકટર જી.એચ.સોલંકી, સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી દિલીપભાઈ કામાણી, દિવ્યેશભાઇ સોલંકી સહિત સૌરષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સભ્યઓ, વેપાર- ઉદ્યોગનાં નામાંકિત શ્રેષ્ઠીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીનું આભાર દર્શન કરતાં કારડીયા રાજપુત સમાજના આગેવાનો
ભૂપેન્દ્ર પટેલનો આભાર દર્શન સમારોહ ભાવનગર યુનિવર્સિટીના શ્રી અટલ ઓડિટોરિયમ કેમ્પસમાં યોજાયો હતો. કારડીયા રાજપુત સમાજ ભાવનગર જિલ્લા નિર્મિત મા ભવાની સંસ્થાના શૈક્ષણિક સંકુલ માટે સરકાર દ્વારા જમીન અંગે વિશિષ્ટ રાહત આપવા બદલ મુખ્યમંત્રીનું રાજપુત સમાજ દ્વારા સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દરેક સમસ્યાનું સમાધાન શિક્ષણ છે. સમાજના વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત હોવાનું જણાવી તેમણે કહ્યું કે, શિક્ષિત સમાજથી વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. આવનારા સમયમાં કોમ્પિટિશન હવે ગ્લોબલ થવાની છે ત્યારે દેશ-વિદેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે ભારતે અનેક આયામો સર કર્યા છે. મુખ્યમંત્રીશ્રી સ્પષ્ટપણે જણાવ્યું કે, સ્વચ્છતાનો મંત્ર દરેક લોકોએ જીવનમાં ઉતારવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ’વસુધૈવ કુટુંબકમ’ ની ભાવના સાથે દરેક સમાજને સાથે લઈને વિકાસની વાતો કરે છે. આજના સમયમાં શિક્ષણ જ કેન્દ્રસ્થાને છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ નવી શિક્ષણ નીતિ અમલી બનાવી છે. નવી શિક્ષણ નીતિના અમલથી સશક્ત રાષ્ટ્રનું નિર્માણ થશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દીકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે “નમો લક્ષ્મી” અને “નમો સરસ્વતી યોજના” તથા ગરીબ ઘરના દીકરાઓના ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલી છે. તેમણે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતની નેમ વ્યક્ત કરી હતી. કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં “સૌનો સાથ, સૌનો વિકાસ”ના મંત્રને ચરિતાર્થ કરતા દેશમાં ચોમેર વિકાસ થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય એ વિકાસની હરણફાળ ભરી છે, એટલે અન્ય રાજ્યો માટે ગુજરાત રોલ મોડલ બન્યું છે.