રાજકોટ જિલ્લા ભાજપના ત્રણ હજાર કાર્યકર્તાઓએ
૪૦૦૦૦ ઘરોમાં પ્રધાનમંત્રીનો પત્ર પહોંચાડ્યો
આત્મનિર્ભર ભારત અભિયાન માટે ૨૦ લાખ કરોડનું જાહેર કરેલું આર્થિક પેકેજ નવયુવાનોને નવી તકો આપશે: સખીયા-મેતા-ઢોલ-બોઘરા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકારની સેક્ધડ ટર્મના એક વર્ષ પૂર્ણ થવા અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લખેલ પ્રજાજોગ પત્ર અને માસ્ક અને સેનેટાઈઝરનું રાજકોટ જીલ્લા ભાજપાના સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટ, સાંસદો મોહનભાઈ કુંડારિયા, રમેશભાઈ ધડુક, કેબીનેટ મંત્રીઓ જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્યો ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયા તથા ભાજપાના આગેવાનો અને કાર્યકરો દ્વારા સમગ્ર રાજકોટ જીલ્લામાં ઘરે-ઘરે સંપર્ક કરીને વિતરણ કરવામાં આવ્યું હતું.
સખીયા, મેતાએ વધુમાં જણાવ્યું કે, જો સરકારના કાર્યની તુલના કરીએ તો કોંગ્રેસના ૫૫ વર્ષના શાસનમાં નેતૃત્વ હેઠળની માત્ર છ વર્ષમાં જ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ આ મંત્રને લઈને આજે દેશ સામાજીક હોય કે આર્થિક, વૈશ્વિક હોય કે પ્રાદેશિક બધી જ દિશાઓમાં આગળ વધી રહ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીના કારણે વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સંક્રમિત ન થાય તે માટે ભારતને લોકડાઉન કરીને સમસ્યાઓને દુર કરવા અથાગ પ્રયત્નો કરીને કોરોના સામે જંગ લડી રહ્યા છે. લોકડાઉનને કારણે ભારતની પ્રજાના ધંધા-રોજગાર બંધ થતા સરકારે આત્મનિર્ભર મંત્ર આપીને આત્મનિર્ભર ભારત અભિયાન માટે ૨૦ લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરીને ઐતિહાસિક કદમથી ખેડૂતો, શ્રમિકો, લઘુઉદ્યોગો તેમજ સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા નવયુવાનોને નવી તકો ઉભી કરી છે. જેના કારણે ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું વિસ્તરણ નવેમ્બર માસના અંત સુધી કરી દેશના ૮૦ કરોડ નાગરીકોને વધુ પાંચ માસ સુધી વિનામૂલ્યે ૫ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો ચણા આપવાનો નિર્ણય કરીને કેન્દ્ર સરકારની દેશના નાગરીકો પ્રત્યેની સંવેદનાના દર્શન કરાવ્યા છે. જે ખુબ અભીનંદનીય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની ૧૩૦ કરોડ પ્રજાને સંદેશો આપતા કહ્યું કે, આપણું વર્તમાન અને ભવિષ્ય પણ આપણે જાતે નક્કી કરીશું, આગળ વધીશુ, પ્રગતિ કરીશુ અને તેના વિજયના સંકલ્પને રાજકોટ જીલ્લાના ઉપલેટા, ભાયાવદર, ધોરાજી, જામકંડોરણા, જેતપુર, ગોંડલ, કોટડાસાંગાણી, લોધિકા, રાજકોટ તાલુકા, જસદણ, વિંછીયા, શહેર તથા તાલુકાના ૧૪૩૩ બુથ ઉપર ૪૦,૦૦૦ થી વધુ ઘરોનો સંપર્ક જીલ્લા ભાજપાના હોદેદારો-૩૦૦૦ થી વધુ કાર્યકર્તાઓ-મહિલા કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.