Health : વરસાદની ઋતુમાં અનેક પ્રકારના તાવ, વાયરલ અને ઈન્ફેક્શન વારંવાર થાય છે. આ સિઝનમાં પાણી જમા થવાના કારણે ડેન્ગ્યુના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. ડેન્ગ્યુ એ એક રોગ છે જે એડીસ મચ્છરથી ફેલાય છે. તેના લક્ષણોમાં અચાનક ઉંચો તાવ, ગંભીર માથાનો દુખાવો, આંખો પાછળ દુખાવો, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો અને ફોલ્લીઓનો સમાવેશ થાય છે. ડેન્ગ્યુનો તાવ કેટલીકવાર દવાઓથી મટી જાય છે. પણ ઘણા કિસ્સાઓમાં તે વધુ ખરાબ પણ થાય છે. ડેન્ગ્યુમાં સૌથી મોટો ખતરો શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટાડો છે. જ્યારે ડેન્ગ્યુમાં સ્થિતિ ગંભીર બને છે. ત્યારે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર અથવા ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ, રક્તસ્રાવ, પ્લાઝ્મા લીક અને આંચકા જેવી સ્થિતિ થાય છે. ડેન્ગ્યુનું સૌથી મોટું જોખમ પ્લેટલેટ કાઉન્ટમાં ઘટાડો છે. પણ કુદરત પાસે કેટલાક ફળ છે જે પ્લેટલેટ કાઉન્ટની સંખ્યા વધારી શકે છે.
ડેન્ગ્યુ તાવ પ્લેટલેટ કાઉન્ટની અછતનું કારણ બની શકે છે. જે શરીરમાંથી વધુ પડતા રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે. કુદરતી વસ્તુઓની મદદથી પ્લેટલેટ કાઉન્ટ વધારી શકાય છે.
1. પપૈયાના પાનનો રસ :
પપૈયાના પાનનો રસ પ્લેટલેટ કાઉન્ટ વધારવા અને લોહીના સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ માનવામાં આવે છે. તાજા પપૈયાના પાનનો રસ કાઢીને રોજ થોડી માત્રામાં સેવન કરવાનું રાખો.
2. દાડમનો રસ :
દાડમમાં ભરપૂર માત્રામાં આયર્ન અને વિટામિન હોય છે. જે શરીરમાં લોહી વધારવાનું કામ કરે છે. દરરોજ તાજા દાડમનો રસ પીવો, જેનાથી પ્લેટલેટ કાઉન્ટમાં વધારો થાય છે.
3. બીટરૂટ :
બીટરૂટનો લાલ રંગ જણાવે છે કે તે શરીરમાં લોહી વધારવા માટે કેટલું મહત્વનું છે. બીટરૂટમાં આયર્ન જેવા જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરમાં લાલ રક્તકણો બનાવવામાં પણ મદદ કરે છે. બીટરૂટનો તાજો રસ પીવો અથવા તમારા આહારમાં બીટરૂટનો સમાવેશ કરો.
4. પાલક :
પાલકમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જે સ્વસ્થ રક્ત ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. સલાડ, સ્મૂધી અથવા ડીશમાં તાજી પાલકનો સમાવેશ કરો.
5. વિટામિન C થી ભરપૂર ખોરાક :
શરીરમાં આયર્નના શોષણ માટે વિટામિન C ખૂબ જ જરૂરી છે. જે હેલ્ધી પ્લેટલેટ પ્રોડક્શનને સપોર્ટ કરે છે. નારંગી, સ્ટ્રોબેરી, કીવી જેવા વિટામિન C થી ભરપૂર ખોરાક ખાવાથી સ્વાસ્થય માટે ફાયદાકારક સાબિત થાય છે.
6. મેથીના દાણા :
મેથીના દાણા પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં મદદરૂપ બને છે. એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. તેનાથી અનેકગણા ફાયદા થશે.
7. એલોવેરા જ્યુસ :
આપણે બધા જાણીએ છીએ કે એલોવેરાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એલોવેરા તંદુરસ્ત પ્લેટલેટના સ્તરને જાળવવામાં મદદ કરી શકે છે. તમે ડોક્ટરની સલાહ મુજબ એલોવેરા જ્યુસ પી શકો છો.
આ કેટલીક કુદરતી વસ્તુઓ છે જે તમને પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં મદદ કરી શકે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.