રોજિંદા જીવનમાં પાનના પાંદડા જે માત્ર ખાવા માટે નથી, પરંતુ તેના અનેક બીજા લાભ પણ છે. પાન એ મુખ્ય રીતે દિલના આકારનું હોય છે. દરેક વ્યક્તિ કોઈ પણ સમયે પાનનો ખાવામાં ઉપયોગ લેતા હોય છે. ત્યારે પાનના પાદડાં તે મીઠું સોપારી તેમજ મસાલા વાળું પાન બનાવા સિવાય વધતાં શરીરને અટકાવી શકે છે. શું તમે તે જાણો છો ? પાન તે સેહત તેમજ વધતાં વજન તેમજ શરીર માટે ખૂબ ઉપયોગી થાય છે.
પાનના પાંદડા તે સૌ પ્રથમ તો ખૂબ જ ગુણકારી ગણાય છે. એક સર્વે અનુસાર એવું પણ માનવમાં આવ્યું કે શરીરમાં મેટાબોલિજમ વધારામાં પાનએ ખૂબ જ ઉપયોગી થાય છે. પાન તે જમ્યા પછી મોઢામાં મુક્તાની સાથે તરત પેટ માં અસર કરવા માંડે છે. જ્યારે પાન કોઈપણવ્યક્તિ ખાય તો તેના વળે તેનું મગજ પેટને તરત સિગ્નલ આપે છે કે તે પાચન ક્રિયા શરૂ કરી દે. પાન ખાવાથી શરીરમાં રહેલી વધારે પડતી ચરબી ઉતરે છે. સાથે પાનના પાંદડા કબજિયાત જેવી બીમારીઓથી પાન લાંબા ગાળે ખૂબ લાભદાયી બને છે.
સાવરે ઉઠી પાનના પાંદડાંનું સેવન કરવામાં આવે ખાવાથી સૌ પ્રથમ તો ભૂખ સારી લાગે છે.તેમાં પાન જો મરી સાથે લેવાય તો તે ખૂબ ગુણકારી ગણાય છે. કારણ પેપ્પેરીન અને પાયથોન્યૂટ્રિયંટ્સ હોય છે જે ફેટને બ્રેક ડાઉન કરે છે. પેપ્પેરિન તત્વ પાચનક્રિયામાં મુખ્ય રોલ ભજવે છે. કાળા મરી શરીરમાંથી મૂત્ર અને પરસેવાને નીકાળે છે જનાથી શરીરમાંથી વધારાનું પાણી અને ગંદકી નીકળી જાય છે . સવારે એક પાન લઈ તેમાં ૫ મરી નાખી દો. ત્યારબાદ તેને વાળીને ધીમે-ધીમે ખાવો અને તેની તીખાશ હશે પણ તેને દવા રૂપી માની ખાવાથી તે તમારા શરીરની ચરબી પર સીધી અસર કરશે અને લાંબા સમયે તમારી ચરબી ઘટશે.
પાનના પાંદડાની પસંદગી કેવી રીતે કરવી ?
- જ્યારે પાનનું સેવન કરવામાં આવે તો તાજા પાનના પાંદડા હોય તો વધારે ફાયદાકારક કહેવાય છે.
- પાનના પાંદડા જ્યારે ખરીદો તો તે એકદમ કોમળ તેમજ લીલા હોવા જરુરી છે.
- પીળા પાન તે શરીર પર અસર નથી કરતાં તેથી તેવા પાન ખરીદવાનું ટાળો.
- જો ભૂલે ચૂકેય ક્યારેય ખરાબ લેવાય જાય તો તેને તરત જ પાછા આપી દો, કારણ જૂના ખરાબ વાસી પાન તે પેટ અને આરોગ્ય પર સીધી અસર કરે છે.