શરીરની ચરબી ઘટાડવા માટે ઘણી રીતો હોઈ છે, પરંતુ કોબીનું સૂપ ખૂબ ઓછા સમયમાં વજન અને ચરબી ઘટાડી આપે છે. શરીરની ચરબી ઘટાડવા માટે કોબીનું સૂપ અસરકારક છે. દરરોજ કોબીનું સૂપ પીવાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ દૂર થાય છે.
કોબીનું સૂપ મેટાબોલિઝ્મમાં ઝડપથી વધારો કરે છે. જેનાથી શરીરની ચરબી ઘટે છે. આ ઉપરાંત, કોબીમાં ફાઇબર સહિત વિટામિન અને પોષક તત્વો પણ હોય છે, જે શરીરને ડિટોક્સિફાઇ કરી શકે છે અને ચરબી ઘટાડે છે.
સામગ્રી
1 કોબી
2 મોટી ડુંગળી
2 લીલા મરચા
3 ગાજર
1 મોટું ટમેટુ
3-4 મશરૂમ્સ
4-5 લસણની કળી
5-6 કપ પાણી
ગાર્નિશિંગ માટે કોથમીર અથવા એક ચપટી કાળી અને સફેદ મરી
સૂપ બનાવવાની રીત
બધા શાકભાજીના નાના ટુકડા કરી લો.
એક મોટા બાઉલમાં પાણી ઉકાળો.
ત્યારબાદ બધા શાકભાજીને બાઉલમાં નાખીને સારી રીતે હલાવો.
હવે તેને ગરમ પાણીમાં ઉકાળો
આ સૂપ 15-20 મિનિટમાં તૈયાર થઈ જશે
ત્યારબાદ તેમાં મીઠું, કોથમીર, મરચું વગેરે નાંખો અને થોડી વાર ઉકળવા દો. બસ સૂપ તૈયાર.