કપડા-બૂટ-ચપ્પલ-જવેલરી સહિતની વસ્તુઓ ખરીદવા શહેરીજનોની પડાપડી; મીઠાઈ-ફરસાણ જેવી ખાદ્ય ચીજવસ્તુઓનું પણ પુષ્કળ વેચાણ
સાતમ-આઠમનો તહેવાર ઉજવવા શહેરીજનો ઉત્સુક બની રહ્યા છે. ઘા દિવસોથી બજારોમાં ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. લોકો મેળામાં, હરવા-ફરવાના સ્થળે રજા ગાળવા કપડા, બૂટ-ચપ્પલ, ખાદ્ય ચીજોની ખરીદી કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં તો દિવાળીના પર્વની જેમ જ સાતમ -આઠમનો તહેવાર ઉજવાઈ છે. દિવાળીની જેમ જ સાત-આઠ દિવસનું મીની વેકેશન વેપારીઓ ધંધાદારીઓ પાળે છે. પરંતુ તહેવારો પૂર્વે લોકો અઢળક વસ્તુઓની ખરીદી કરવા બજારમાં ઉમટી પડે છે.
આમ, તો આજથી તહેવારનો પ્રારંભ થઈ ગયો ગણાય છે તેમ છતા કપડાની દુકાનો, ઈમીટેશન જવેલરીના શો-મ, બૂટ-ચપ્પલની દુકાનો, મીઠાઈ-ફરસાણની દુકાનોમાં લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. કપડા જવેલરી બૂટ ચપ્પલના વેપારીઓ દુકાનદારોએ જન્માષ્ટમી નિમિતે આકર્ષક સ્કીમ પણ રાખી છે. આપણે જુલીયાણા ફેશન, માલાબાર ગોલ્ડ અને મોચી શુઝ, બાટાના દુકાનદારો પાસેથી જાણીએ બ્રાન્ડની ખાસીયતો અને જન્માષ્ટમીની આકર્ષક ઓફરો.
‘જુલીયાણા ફેશન’માં જન્માષ્ટમી નીમીતે આકર્ષક સેલ: નીતીન કામદાર
અબતક સાથેની ખાસ વાતચીત દરમિયાન જુલીયાણા ફેશનના ઓનર નીતીનભાઇ કામદારે જુલીયાણા વિશે માહિતી આપતા જણાવ્યું કે છેલ્લા ૧૦ વર્ષથી જુલીયાણા રાજકોટ ખાત કાર્યરત છે. અને રાજકોટવાસીઓનો ખુબ સારો પ્રતિસાદ અમને મળતો રહ્યો છે. ઇનડો વેસ્ટર્ન, ગાઉન જેવી વેરાયટી પહેલા અમે સેલ કરતા હતા. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી સાડી તેમજ અનેક વિધ વેરાવટીઓ કે જે બોમ્બે, કલકત્તા, દિલ્હી જેવા શહેરોમાં મળે છે તે બધી વેરાવટી અને રાજકોટમાં લઇને આવ્યા છીએ.
કોઇપણ કસ્ટમર ખરીદી કરે કે ન કરે પરંતુ તેમને પુરતો સંતોષ થાય તે કાળજી જુલીયાણામાં રાખવામાં આવે છે. ભાવમાં કાંઇ તકલીફ હોય, અરજન્ટ ડિલેવરી જોઇતી હોય તો તુરંત જ જુલીયાણા તેમનું સોલ્યુશન કરી આપે છે. જુલીયાણામાં બધી જ યઁગ ટીમ રાખવામાં આવી છે. રપ જેટલી સેલ્સ ટીમ જુલીયાણામાં છે દરેક શહેરમાં અમારી ટીમ છે. બોમ્બેથી લઇ અલગ અલગ શહેરોની ટીમ નવી આવતી ફેશનની માહીતી એકઠી કરે છે અને તેના કલેકશનની ખરીદી કરી છે. જેથી નવી ફેશનનું કલેકશન રાજકોટવાસીઓને મળતું રહે દુબઇ પણ અમારી ઓફીસ છે જે દુબઇની ફેશનની માહીતી અમને આપતી રહે છે અને તે ફેશનને અમે રાજકોટના લોકો સુધી પહોચાડીએ છીએ. જુલીયાણા એટલે ‘વન સ્ટોપ સોલ્યુશન’આપ અહીં આવી ફેશનને લગતી તમામ કલેકશન એક જ સ્થળે મળી રહેશે. ખાસ કરીને લગ્નવાળાની સીઝન દરમિયાન ખાસ કલેકશન દુલ્હન માટે હોય છે. અને તેના સજાવટની તમામ નવી વેરાવટી જુલીયાણામાંથી મળી રહે છે. હાલમાં જન્માષ્ટમીને લઇ સેલ ચાલી રહ્યો છે તો જે ડ્રેસની કિંમત પ થી ૬ હજાર રૂપિયા હોય છે જે અત્યારે માત્ર ૨૦૦૦ ની કિંમતમાં ૩ પીસ મળી રહે છે.
અત્યારે સેલ દરમિયાન બધી કુર્તી કે જેની કિંમત ર થી ૩ હજારની છે. તે માત્ર ૫૦૦ રૂા માં જુલીયાણામાં અવેલેબલ છે. દરેક બ્રાન્ડેડ જીન્સ ૧૦૦૦ રૂામા ર જીન્સ સેલમાં અવેલેબલ છે. હાલમાં પ૦ ટકા ડિસ્કાઉન્ટનો સેલ ચાલી રહ્યો છે. બ્રાઇડ માટેના ગાઉનની કિંમત ૭ થી ૮ હજારની કિંમતના ૧૫૦૦ રૂા ફિકસ કિંમતે જન્માષ્ટમી દરમિયાન જુલીયાણામાં ઉ૫લબ્ધ છે.
જુલીયાણામાં આવ્યા બાદ કપડાંની ખરીદી માટે બીજે કયાંય જવું પડતું નથી: રૂપા કામદાર (ગ્રાહક)
અબતક સાથેની ખાસ વાતચીત દરમિયાન જુલાયાણા ફેશનના કસ્ટમર રૂપા કામદારે જણાવ્યું કે હું જુલીયાણામાં ૫-૬ વર્ષથી આવું છું. જુલીયાણાનો ટેસ્ટ ખુબ જ સરસ છે. દરેક ઉમરના લોકો માટેનું કલેકશન અહિ મળી રહે છે. યંગસ્ટર્સથી લઇ અને મોટી ઉમરના લોકો માટેનું વેરાવટી કલેકશન અહી મળી રહે છે. બધું અલગ અલગ વેરાયટીમાં હોય છે. એટલે કે કોપ ટોપ, ગાઉન, ચણીયાચોળી સાડીથી લઇ બધી વેરાવટી વન સ્ટોપ જુલીયાણામાં અવેલેબલ હોય છે. જુલીયાણા ખાસ કરીને ફેમીલી માટે ઉત્તમ સ્થળ છે. રાજકોટ સિવાય હું ઘણી બધુ શોપમાં જઉ છું. બોમ્બે, જયપુર, કલકત્તાથી હું પહેલા ખરીદી કરતી પરંતુ જુલીયાણામાં આવ્યા બાદ હવે મારે કયાંયે પણ જવું નથી પડતું અને બધી ખરીદી જુલીયાણામાંથી જ કરું છું. જુલીયાણાની સર્વિસ એકદમ પ્રોપર હોય છે કઇ વસ્તુ લેવી કઇ ના લેવી તેની બધી જ માહીતી તેમની ટીમ આપે છે. કસ્ટમરને એકદમ રીસ્કેકર આપે છે. અને તેની જરુરીયાતને સમજીને કલેકશન બતાવે છે અહીંયા એકદમ ફેમીલી માહોલ જેવું લાગે છે.
કસ્ટમરની માંગ મુજબ ખાસ ડિઝાઈન મેન્યુફેકચર કરી આપીએ છીએ: વિજય બુલચંદાણી
અબતક સાથેની ખાસ વાતચીત દરમિયાન મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ રાજકોટના સ્ટોર મેનેજર વિજય બુલચંદાણીએ જણાવ્યું કે હાલમાં સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો માહોલ ખૂબ રંગે ચંગે જોવા મળીરહ્યો છે. તેમજ કાઠીયાવાડમાં જન્માષ્ટમીનો અનેરો મહિમા રહેલો છે. બહારગામથી લોકો રાજકોટ ખરીદી કરવા આવે રાજકોટના લોકો બહારગામ જઈ ખરીદી કરે છે. ખાસ કરીને લગ્ન ગાળાની સાથે સાથે મલબારનું ખાસ એરા કલેકશન, લાઈટવેઈટ એલ્યુમ કલેકશન, ડાયમંડ જવેલરી, વેડિંગ કલેકશન માટે ખૂબજ કલેકશન રાખેલું છે. કસ્ટમરને જોઈતી ડિઝાઈન તેમજ માપને લઈને કોઈ પ્રોબ્લેમ કસ્ટમરને હોય તો મલબાર સ્પેશ્યલ ઓર્ડર લઈ અને કસ્ટમરને બનાવી આપીએ છીએ તેમજ કસ્ટમરની ખાસ ડિઝાઈનની માંગ હોય તો તે પણ મેન્યુફેકચર કરી દઈએ છીએ. મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ જન્માષ્ટમીના તહેવાર પર લોકોને આમંત્રણ આપે છે કે આવો અને અમા અદભૂત કલેકશન એક વાર નિહાળો.
બાટા કંપની દ્વારા ખરીદી ઉપર ગીફટ વાઉચરની ઓફર: જશરાજ પરમાર
અબતક મીડીયા સાથેની વાતચીતમાં જશરાજ પરમારએ જણાવ્યું કે તે પોતે એક સ્ટોર મેનેજર છે બાટા એ એક સ્ટાંડર્ડ બ્રાન્ડ છે. અને સૌથી જૂની બ્રાન્ડ છે. જેથી કસ્ટમરને એક વિશ્ર્વાસ છે અને સારી કવોલીટીની વસ્તુ મળે છે અને ઘણા એવા લોકો છે જે બાટાના કસ્ટમર બંધાયેલા છે. પહેલા બાટાની અંદર એક વર્ગ હતો. એજ પ્રમાણે મળતા જેવા કે અમુક ઉમર સુધીના ને જ મળતા હતા પણ અત્યારના યુગમાં બાટા ઘણુ બધુ કલેકશન લાવ્યા છે. અત્યારે લેડીસના ચપ્પલ ખૂબજ વધારે પ્રમાણમાંમળે છે. કેજયુઅલ ટ્રેન્ડી જેવી વધારે બ્રાન્ડ છે. એટલે વર્કીંગ વુમન માટે સારામાં સા કલેકશન બાટા કંપની પાસેથી મળી રહે છે. લાઈટ વેર ઈકો વેર છે. હું સ્ટોર મેનેજર તરીકે કામ ક છું બાટા કંપની સૌથી સારી સર્વીસ આપે છે. વહેચ્યા પછી પણ સારી એવી સર્વીસ પ્રોવાઈડ કરી છે.જેમાં રીપેરીંગ, પીસ ટુ પીસ એકસચેંજ થઈ જાય છે. બાટા કંપની એ તરત જ ફેરબદલી કરવાની હોય તો તે કરી આપે છે. જન્માષ્ટમી અને ચોમાસાની ઋતુ છે. ત્યારે ઈઝી પહેરી શકાય તેવી ચપ્પલના કલેકશન રાખ્યા છે. લોકોને અત્યારે એજ કહેવું કે અમારી આવી અને ખાસ બાટા કંપની અત્યાર સરપ્રાઈઝલી વસ્તુઓ ઓફર કરે જ છે. અને કયારેય જોયું નહીં હોય તેવું કલેકશન બાટા કંપની આપે છે અને હાલ ખરીદી પર ગીફટ વાઉચર ઓર ચાલે છે. અને જેથી સારામાં સારો રીસ્પોન્સ અમને મળ્યો છે.
કવોલીટીને પહેલી પ્રાયોરીટી આપવી ‘મોચી શુઝ’ની ખાસિયત: લક્ષ્મણ પરમાર
અબતક સાથેની વાતચીતમાં બ્રાંચ મેનેજર લક્ષ્મણ પરમારે જણાવ્યું કે મોચી શુઝ શોપ એ ડો. યાજ્ઞીક રોડ ખાતે આવેલી છે. તેઓની દુકાનમાં બધી જ બ્રાન્ડ રાખેલ છે. પ્રીમીયમ બ્રાન્ડમાં લેગ્વેજ, ક્રીક લેડીઝ માટે વેડીંગ કલેકશન પર છે. સાથે રેગ્યુલરમાં પણ ચપ્પલ, બૂટ મળી રહે છે. પાર્ટીવેર, લોફર, તેમજ બધી જ એસેસરીઝ મળી શકશે અમે અમારા ગ્રાહકને બને તેટલી સારી વસ્તુઓ આપીએ છીએ અને અમારે ત્યાં બીજી વાર જે ગ્રાહક આવે છે. તેમને કોઈ પણ પ્રશ્ર્ન હોતા જ નથી જ જન્માષ્ટમીમાં અમારે લેડીઝ માટે કેજયુઅલ, જેન્સમાં પાર્ટીવેર, કેજયુલવેર અને સ્પોર્ટ શુઝ તેમજ બાળકોમાં લોફર, સેન્ડલ, પાર્ટીવેર, જેવા ચપ્પલ શુઝ મલે છે. અમારી પાસે ૨૯૦થી સ્ટાર્ટ કરી જેન્સમાં ૩૯૦થી અને બાળકો માટે પણ એજ રીતે માલ આવેલ છે. મોચીની વિશેષતા એજ કે અમારો શો મ બધે જ છે. અને બીજુ એકે કસ્ટમર કામે ત્યાંથી ખરીદી કરે તો તેને બદલાવાની સર્વીસ આપીએ છીએ બીજુ ઓનલાઈન પણ ઓર્ડર બુક કરીએ છીએ અને કવોલીટીને પહેલીપ્રાયોરીટી આપીએ છીએ જે અમારી ખાસીયત છે.