વૃદ્ધે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન કરતા એકાઉન્ટમાંથી રકમ કપાઈ પરંતુ પૈસા ન મળતા ગ્રાહક સુરક્ષામાં કરી હતી ફરીયાદ
સુરેન્દ્રનગરમાં રહેતા નિવૃત કર્મચારી એસબીઆઈના એટીએમમાંથી પૈસા લેવા જતા નાણા નીકળ્યા ન હતા અને તેમના પોસ્ટ ખાતામાંથી કપાઈ ગયા હતા. આ અંગે ફોરમમાં કેસ દાખલ કરાતા ગ્રાહક સુરક્ષા કોર્ટે એસબીઆઈને રકમ વ્યાજ સહિત પરત કરવા આદેશ કર્યો છે.
સુરેન્દ્રનગરના ભરતનગરમાં રહેતા છટુલાલ રામ ટેલીફોન ખાતાના નિવૃત કર્મચારી છે. તેમને મળતું પેન્શન તેમના પોસ્ટના ખાતામાં જમા થાય છે અને તેઓ એટીએમ મારફતે એટીએમમાંથી જરૂરીયાત મુજબ ઉપાડે છે.
તા.૧૧/૭/૨૦૧૮ના રોજ છટુલાલે જેલ ચોકમાં આવેલ એટીએમમાંથી રૂપિયા ૧૦ હજાર ઉપાડવા વ્યવહાર કર્યો હતો. રૂપિયા ૧૦ હજાર બહાર આવવાના બદલે અનેબલ ટુ પ્રોસેસ લખેલી પાવતી બહાર આવી અને પોસ્ટના ખાતામાંથી રૂપિયા ૧૦ હજાર કપાઈ ગયા હતા.
આથી તેઓને તપાસ કર્યા બાદ સંતોષકારક જવાબ ન મળતા તા.૧૬/૮/૨૦૧૮ના રોજ ન્યાય માટે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેસ દાખલ કરાયો હતો. આ કેસ તાજેતરમાં ચાલી જતા ફોરમે અરજદાર છટુલાલ રામને વળતર ચુકવવા હુકમ કરાયો છે. જેમ) એસબીઆઈ બેંકની વાદીપરા શાખાને દિવસ ૩૦માં રૂપિયા ૧૦ હજાર ૭ ટકાના વ્યાજ સાથે ચુકવવા જણાવાયું છે.