48 જુનીયર આસિસ્ટન્ટ, 16 જુનીયર ઈજનેર 1 નાયબ કાર્યપાલક  ઈજનેર અને 1 કાર્યપાલક ઈજનેર 24 કલાક ત્રણ શિફટમાં કરશે કામ

ઊર્જામંત્રી કનુભાઈ દેસાઇની સૂચના અન્વયે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સમગ્ર 12 જિલ્લાઓને આવરી લેતું ગ્રાહક ફરિયાદ નિવારણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે.Screenshot 7 2

48 જુનિયર આસિસ્ટન્ટ , 16 જુનિયર ઇજનેર, 1 નાયબ કાર્યપાલક ઇજનેર તથા 1 કાર્યપાલક ઇજનેરને ગ્રાહક ફરિયાદ નિવારણ કેન્દ્રની કામગીરી સોંપવામાં આવેલ છે . 24 કલાક ત્રણ શિફ્ટમાં જિલ્લાવાર ગ્રાહકોની ફરિયાદ નોંધી સબંધિત પેટા વિભાગ વિભાગના ફોલ્ટ સેન્ટરને જાણ કરી કામ પૂર્ણ થયે રજૂઆતકર્તા સાથે ક્ધફર્મ કરી ફિડબેક મેળવી ફરિયાદ પૂર્ણ કરવાની કાર્યપદ્ધતિ અપનાવવામાં આવેલ છે.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ધીમંતકુમાર વ્યાસ આઈએએસ દ્વારા ગ્રાહકોને તેમની મુશ્કેલી બાબતે ઉપરોક્ત વ્યવસ્થાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવેલ છે . આ સાથે પીજીવીસી એલ દ્વારા વિજ ગ્રાહકોને વધુ સારી અને કાર્યક્ષમ સેવા પૂરી પાડી શકાય તે માટે ફરિયાદ કરવા માટેના ટોલ ફ્રી નંબર , વોટ્સએપ નંબર , જિલ્લા મુજબ નંબર તેમજ અધિકારીઓના નંબરની યાદી આ સાથે સામેલ છે.

પશ્ર્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ દ્વારા વિજ ગ્રાહકોની  ફરિયાદની  નોંધણી અને તેના  નિવારણની વ્યવસ્થા માટે મધ્યસ્થ ગ્રાહક ફરિયાદ નિવારણ કેન્દ્ર રાજકોટ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. વિજ ગ્રાહકોને વધુ સારી અને  કાર્યક્ષમ સેવા પુરી પાડી શકાય તે માટે પશ્ર્ચિમ  ગુજરાત વિજ  કંપની લીમીટેડ દ્વારા વિજ કંપનીના  કર્મચારી ઓની નિમણુંક કરી  આ સેવા હવેથી શરૂ  કરેલ છે. ગ્રાહકોને ટોલ ફ્રી નંબર 19122 તથા 1800 233 155333 અને વોટ્સએપ નંબર  95120 19122 પર ફરિયાદ નોંધાવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.