અત્યારે જયારે તહેવારો નજીક છે, બીજી બાજુ કોરોના સહિતના રોગો પણ વકરી રાહ્ય છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે રાજકોટ આરોગ્ય વિભાગ ની ટીમ ખાડે પગે ઉભી છે. લોકોને સાત્વિક અને ગુણવતાલાયક ભોજન મળી રહે તે માટે હાલ શહેર આરોગ્ય વિભાગની ટીમ પુરજોશમાં કામ કરી રહી છે. આજે સવારે રાજકોટના 5 રેસ્ટોરન્ટને વોર્નિંગ આપવામાં આવી હતી. ત્યારબાદ બપોર સુધીમાં આરોગ્ય વિભાગે બીજા અમુક લોકો કે જે તેલમાં મિશ્રણ કરી તેલ વેંચતાહતા તેમને પકડ્યા છે.
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આરોગ્ય વિભાગ મહત્તમ સક્રિયતાથી કામ કરી રહ્યું છે ત્યારે આજે આરોગ્ય વિભાગને આ કાર્યવાહીના પગલે આજે રાજકોટમાં સનફલાવર્સ તેલમાં મિક્ષ કરી વેચાણ કરતા હોવાની પ્રથમીક વિગત સામે આવી છે. રાજકોટના જુના માર્કેટ યાર્ડમાં આ લોકોં વિરૃદ્ધ કાર્યવાહી થઇ છે.
મળેલી માહિતી અનુસાર સોનિયા ટ્રેડિંગ નામની દુકાન માં આ લોકો સુનફ્લાવર તેલ માં મિશ્રણ કરી તેલ વેચીને લોકો ને છેતરી રહ્યા હતા. આજે બપોરે તે જગ્યા એ આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડતા આ વાતની જાણ થઇ હતી. મોટી માત્રામાં તેલના ડબ્બા સિઝ કરવાની હાલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સાથે સાથે અમુલ ધી ના ડબ્બા નો મોટી માત્ર માં જથ્થો પડીયો, જેનું મિક્સિંગ કરી બજાર માં વેચાણ કરવામાં આવતું હતું. હાલ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. અમુલ ધી માં પણ બેન્ચ નંબરની તપાસ લીધી તુરંત અમુલના અધિકારીઓ પહોંચ્યા. અમુલ ધી પણ ડુપ્લીકેટ હોવાની આવ્યું સામે.
અમુલના નામે ડુલિકેટ ધી હોવાનું. અમુલ ના અધિકારીએ જાહેર કર્યું છે. તેલના 125 જેટલા ડબ્બા અને ઘીના ડબ્બા સિઝ કરવામાં આવ્યા છે. 08,09,750 રૂપિયાનું ડુપ્લીકેટ સુનફ્લાવર તેલ અને 1,20,000 રૂપિયાનું અમુલ ઘી તુરંત જ સીઝ કરવામાં આવ્યું છે.