રામદેવ જીનીંગનો પલળી ગયેલા માલનું વળતર વિમા કંપનીએ ફગાવતા પેઢીના સંચાલકે હુકમને પડકાર્યો ‘તો
ગોંડલ તાલુકાના ભુણાવા ગામે આવેલી રામદેવ કોટન એન્ડ જીનીંગ એન્ડ પ્રેસીગ મીલમાં વરસાદને લીધે રૂ.૮.૨૫ લાખનો માલ પલળી ગયો હોવાથી માલનો વિમો હોવાથી નુકસાનીનું વળતર મેળવવાની માંગ વિમા કંપનીએ ફગાવી દેતા જેની સામે કોટન એન્ડ જીનીંગ પેઢીના સંચાલકે ગ્રાહક તકરાર સમક્ષ કરેલી ફરિયાદ રદ કરી છે.
ફરિયાદની હકિકત વિગતવાર જોઈએ તો ફરિયાદી રામદેવ કોટન એન્ડ જીનીંગ નામની ભાગીદારી પેઢી ગોંડલ તાલુકાના ભુણાવા ગામે કોટન જીનીંગ એન્ડ પ્રેસીંગ મીલ આવેલી છે. આ ફેકટરીમાં રહેલા માલ સ્ટોકનો વીમો ધી ઓરીએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની લીમીટેડમાંથી કુદરતી આફતો સામે રક્ષણ મેળવવા રૂ.૪ કરોડની વીમો લીધેલો હતો.
વીમો ચાલુ હતો ત્યારે ઉનાળે તા.૧૫/૫/૧૪ના રોજ ભારે વરસાદ પડવાથી માલ સ્ટોકને નુકસાન થયેલું હતું. પેઢીએ ધી ઓરીએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની લીમીટેડને આ અંગે તુરંત જ તા.૧૫/૫/૧૪ના પત્રથી જાણ કરી અને રૂ.૧૮ લાખનું નુકસાન થયું તેવું દર્શાવ્યું હતું.
નુકસાનીની જાણ થતા તપાસ કરવા માટે વીમા કંપનીના સર્વેયરે ફેકટરીની મુલાકાત લીધેલી અને કેટલો માલ તથા કેટલુ નુકસાન થયેલુ વગેરેની તપાસ કરેલી. સર્વેયરે સરકારી વેધશાળામાંથી વરસાદ અંગેની રીપોર્ટ મેળવેલો હતો. સર્વે રીપોર્ટમાં એસેસ્મેન્ટ કરીને એવું તારણ આપેલું.
પરંતુ માલ ખુલ્લામાં રાખેલો તેથી નુકસાન થયેલું છે. આવા ખુલ્લામાં રાખેલા માલની નુકસાની વીમા પોલીસીમાં કવર થતી નથી. સર્વેયરે રૂ.૮.૨૫ લાખનું એસેસમેન્ટ કરતી વખતે તેવું પણ તારણ આપેલ કે ૬૯.૨૨% વીમો ઓછો લીધેલો છે અને પોલીસીની શરતો મુજબ માલ તાલપત્રી ઢાકયા વગર ખુલ્લામાં રાખવામાં આવેલો હતો માટે વળતર મળી શકે નહીં.
ઉપરોકત બનાવમાં વધારે ચોકસાઈ કરવા માટે ધી ઓરીએન્ટલ ઈન્શ્યોરન્સ કંપનીએ ઇન્વેસ્ટીગેટરની નિમણુક કરેલી અને આ ઈન્વેસ્ટીગેટરે ઉંડાણથી અભ્યાસ કરીને એવો રીપોર્ટ આપેલો કે વરસાદ કે વંટોળ આવેલ ન હતો અને કલેઈમ એડમીસીબલ નથી.
સર્વેયર અને ઈન્વેસ્ટીગેટરના રીપોર્ટના આધારે વિમા કંપનીએ ફરિયાદીનો કલેઈમ રદ કરેલો હતો. વિમા કંપનીના નિર્ણયથી નારાજ થઈને રામદેવ કોટન એન્ડ જીનીંગે રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ મુખ્ય ફોરમ સમક્ષ ફરિયાદ કરેલી હતી અને જેમાં કંપનીના એડવોકેટની દલીલ સાંભળીને ક્ધઝયુમર પ્રોટેકશન એકટની ખાસ કલમ ૨૬ નીચે ફરિયાદ (ત્રાસદાયક), રદ કરેલી છે. આ કામે ઓરીએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની વતી રાજકોટના ધારાશાસ્ત્રી નરેશભાઈ સીનરોજા તથા ચિરાગ છગ રોકાયેલા હતા.