ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરેટી ઓફ ઇન્ડીયા (ટ્રાય) ન્યુ દિલ્હી દ્વારા ભારતમાં ટેલીકોમ ક્ષેત્રની સેવાઓ પ્રાપ્ત કરતા ગ્રાહકોનીજાગૃતિ માટે દેશના જુદા જુદા વિભાગોમાં સેમીનારો અને સભાઓનું આયોજન કરવામાં આવે છે. કોવિદ-19 ના સમયબાદ ટ્રાય દ્વારા આગામી તા. ૨૩ ના સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા કોલોની ખાતે એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે.
સેમીનારનું પ્રમુખ સ્થાન ટ્રાયના ચેરમેન પી.ડી. વાઘેલા સંભાળનાર છે. દિલ્હી ટ્રાયના અધિકારીઓ સુશીલકુમાર બંશાલ, શ્યામ સુંદર ચાંડક વિગેરે ઉપસ્થિત રહી જરુરી માર્ગદર્શન આપનાર છે.ભારતના જીઓ, વોડફોન, આઇડીયા, એસ્ટેલ, બી.એસ.એન.એલ. વિગેરે ટેલીકોમ સેવાઓ નાગરીકોને ઉપલબ્ધ કરાવે છે.
ગ્રાહકોને અપાતી સેવાની ગુણવતા અને ધોરણો પ્રમાણે મોબાઇલ ધારકોને સેવા મળે છે કે નહી? મોબાઇલ ધારકોની ફરીયાદોનું સમય મર્યાદામાં નિરાકરણ થાય છે કે નહી? વિગેરે પ્રશ્ર્નોની વિસ્તૃત ચર્ચા સેવા આપતી કંપનીઓ અને ગ્રાહક સુરક્ષાના પ્રતિનિધિ સાથે ચર્ચા થનાર છે. ગ્રાહકોના વર્ણઉકેલ પ્રશ્ર્નોનું નિવારણ થનાર છે.માવાણી દંપતિ રમાબેન માવાણી, રામજીભાઇ માવાણી ટેલીકોમ સેવા પ્રાપ્ત કરતા ગુજરાત ના 650 કરોડ નાગરીકોના વણઉકેલ પ્રશ્ર્નોની રજુઆત કરી નિવાડો લાવવા ઉપરોકત ટ્રાયની મીટીંગ ઉપસ્થિત રહેનાર છે.