તાલુકા પોલીસ મથકની હદમાંથી ત્રણ ટ્રક રેતીના અને ચીનાઈ માટીની ખનીજ ચોરીમાં બે ટ્રક જપ્ત કરાયા

મોરબી જિલ્લા માં ખાન ખનીજ વિભાગ ની મીઠી નજર હેઠળ ખનીજ ચોરો બેફામ્બન્ય છે ત્યારે ગઈકાલે ચેકિંગના નાટક વચ્ચે ખાન ખનીજ વિભાગે માત્ર પાંચ ટ્રક પકડી સંતોષ માન્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા તાલુકા પોલીસના હદ વિસ્તારમાં હાઇવે પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જે દરમિયાન કચ્છના શિકારપુર તરફથી આવતા ત્રણ વાહનો જે રેતી ભરેલા હોય જેની રોયલ્ટી ના ચૂકવીને ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાન પર આવતા ત્રણ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા

આ ઉપરાંત ખન ખનીજ વિભાગ દ્વારા  થાન તરફથી ચીનાઈ માટી ભરીને આવતા બે વાહનો ઓવર લોડ ભરેલા હોવાથી તેને પણ ડીટેઈન કરીને મોરબી ખાણ ખનીજ ટીમ દ્વારા તમામ પાંચ વાહનો ડીટેઈન કરીને તાલુકા પોલીસમાં સોપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા માં ખનીજ ચોરીનું દુષણ મોટાપાયે ચાલી રહ્યું છે જેમાં ખાસ કરીને હળવદ અને માળીયા તાલુકામાં રેતીની ખનીજ ચોરી કરવા ઉપરાંત ખનીજ માફિયાઓ દ્વારા મોરબીના લાલપર તરફથી દિવસ રાત બ્લેક ટ્રેપ અને મેટલ ની બેફામ પાને ખનીજ ચોરી છડે ચોગ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છેકે ખનીજચોરો દ્વારા રાજકોટ મોરબી હાઇવે અને વાકાંર હાઇવે પર દરરોજના ૭૦૦ થી વધારે વાહનોમાં કંઇજ ચોરીનો ધંધો કરવામાં આવી રહ્યો છે ત્યારે ખાણ-ખનીજ વિભાગ ને માત્ર પાંચ ટ્રકમાં જ ખનીજ ચોરી જોવા મળી તે આશ્ચર્ય જનક બાબત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.