ગરમીમાં પસીનો અને વધુ પડતા કામના કારણે જ્યારે તમે પૂરેપૂરા થાકી જાવ છો. તો તમારામાં કામ કરવાની બિલકુલ તાકાત રહેતી નથી. તો એના માટે શું કરવું જોઈએ ? તમે આ ૫ ચીજવસ્તુઓનું સેવન કરીને ૫ મિનીટમાં તમારા થાકને દૂર કરી શકો છો.

1 ઓટમીલ

WhatsApp Image 2022 12 06 at 2.56.44 PM

શરીર ત્યારે થાકે છે ત્યારે તમારા શરીરમાં બિલકુલ એનર્જી રહેતી નથી. પરંતુ બેઠા બેઠા અનાજનું સેવન પણ કરી શકો છો. એવામાં ઓટમીલ ખાવા જોઈએ. એમાં વિટામીન બી૧, ફોસ્ફોરસ, પ્રોટીન અને મેગનેશિયમ ખૂબ જ પ્રમાણમાં હોય છે. જે તમારા શરીરનું એનર્જી લેવલ વધારવામાં મદદ કરે છે. એમાં ખૂબ જ પ્રમાણમાં ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ પણ હોય છે જે શરીરમાં ઊર્જા પેદા કરે છે.

2  અખરોટ અને અંજીર

WhatsApp Image 2022 12 06 at 2.55.55 PMથકાવટ દૂર કરવા માટે અખરોટ અને અંજીર એક સૌથી સારો ઉપાય છે. અખરોટમાં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન, વિટામીન અને ઓમેગા ૩ ફેટી એસિડ હોય છે અને અંજીરમાં નેચરલ શુગર હોય છે. આ બંને ખાવાથી શરીરને જરૂરી પ્રમાણમાં ઊર્જા મળે છે.

૩  કોળાના બીજ

WhatsApp Image 2022 12 06 at 2.56.45 PM

તમે ઓફિસમાં તરબૂચ ખાઇ શકતા નથી કે ઓટોમીલ તેમજ અખરોટ અને અંજીર પણ ખાઇ શકતાં નથી તો એવામાં શું કરવામાં આવે ? એવામાં કોળાના બીજ હંમેશા તમારી સાથે રાખો. એમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, વિટામીન અને ઓમેગા ૩ એટી એસિડ હોય છે. જેનાથી શરીરને તરત પોષકતત્વ પ્રાપ્ત થાય છે

4  આદુની ચા

WhatsApp Image 2022 12 06 at 2.54.44 PM

થાક દૂર કરવા માટેનો સૌથી સસ્તો અને સરળ ઉપાય છે આદુની ચા થી તમારો થાક અને ઊંઘ દૂર થઇ જશે. ચા થી તમને તાજગી મહેસૂસ થશે

5 તરબૂચ

WhatsApp Image 2022 12 06 at 2.56.43 PM

થાકનો સૌથી વધારે અહેસાસ ત્યારે થાય છે જ્યારે શરીર પૂરી રીતે એક્ઝોસ્ટ થઇ જાય છે. આ સ્થિતમાં  શરીરમાં પાણીની ખામી આવી જાય છે. જેની તમારા મગજ પર વધારે અસર પડે છે. એવામાં મીઠા  તરબૂચનું સેવન કરો. તરબૂચથી તમારા શરીરમાં પાણીની ખામી ઓછી થઇ જશે. એમાં નેચરલ શુગર હોય છે જેનાથી શરીરને તરત જ એનર્જી મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.