વર્તમાન વિશ્ર્વવ્યાપી કોરોના મહામારીની સમસ્યા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા લોકડાઉનના માર્ગદર્શન મુજબ માસ્ક, સેનીટાઇઝેશન અને સમાજીક અંતર રાખવાની સંપૂર્ણ વ્યવસ્થા સાથે પંચનાથ હોસ્પિટલના સારવાર વિભાગો પુન: શરૂ થયેલ છે. હવે પછી નિષ્ણાંત તબીબો દર્શાવેલા સમયે મળી શકશે.
સોમવારે ડો. ધવલ કરકરે (હોમીઓપેથીક) ૮થી ૧૦:૩૦ ડો. નીરજ ભાવસાર (બાળ રોગ નિષ્ણાંત)૪થી ૫ ડો. બીનાબેન ત્રિવેદી (સ્ત્રી રોગ નિષ્ણાંત) ૪થી ૫ ડો. અંકિત માકડીયા (પેટ અને આંતરડાના નિષ્ણાંત) ૪થી ૫ ડો દિપક પટેલ (જનરલ સર્જન) ૪થી ૫ સેવા આપશે. બુધવારે ડો. યજ્ઞેશ પોપટ (બાળ રોગ નિષ્ણાંત)૪થી ૫ ડો. બિપિન પટેલ (જનરલ સર્જન)૪થી ૫ ડો. મિલન રોકડ (માનસિક રોગના નિષ્ણાંત) ૪થી ૫ ડો. પ્રતિભાબેન નથવાણી (સ્ત્રી રોગ નિષ્ણાંત) ૪થી ૬ સેવા આપશે. ગુરુવારે ડો. નયન કાલાવડીયા (બાળ રોગ નિષ્ણાંત)૪થી ૫ ડો. કૃણાલ કુંદડિયા (કિડનીના નિષ્ણાંત)૪થી ૫ ડો. ભાવેશ સચદે (હાકડાના નિષ્ણાંત) ૪થી પ સેવા આપશે.
શુક્રવારે ડો. દિપલબેન સોલંકી (સ્ત્રી રોગ નિષ્ણાંત) ૪થી ૬ ડો.જીગરસિંહ જાડેજા (ન્યુરો સર્જન પથી ૬ ડો. અંકિત માકડીયા (પેટ અને આંતરડાના નિષ્ણાંત) ૪થી ૫ ડો. કુણાલ કુંદડિયા (કિડનીના નિષ્ણાંત)૪થી ૫ ડો. રાજેશ ગાંધી (હાડકાના નિષ્ણાંત) ૪થી ૫, શનિવારે ડો. પ્રતિભાબેન નથવાણી (સ્ત્રી રોગ નિષ્ણાંત) ૪થી ૬ ડો. અંકિત માકડીયા (પેટ અને આંતરડાના નિષ્ણાંત) ૪થી ૫
તેમજ હોસ્પિટલના સૌથી વધુ કાર્યરત સોનોગ્રાફી વિભાગ જેમાં ડો. પૂજાબેન રાઠોડ રેડીયોલોજીસ્ટ એમબીબીએસ, ડીએમઆરડી, ડીએમડી જેવી ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. જેઓ દરરોજ સવારે ૯થી ૧ મળી શકશે તથા ડો. પારસ પટેલ રેડીયોલોજીસ્ટ અને સોનોલોજીસ્ટ જેવી ડિગ્રી પ્રાપ્ત કરીને કોઠારી પોલીડાયગ્નોસ્ટિક સેન્ટર, સિવિલ હોસ્પિટલ મોરબી અને પવાર ડાયગ્નોસ્ટિક સેન્ટર ચાલીસગાઓ ખાતે સફળતા પૂર્વક સોનોગ્રાફી કરીને સારી એવી નિપુણતા પ્રાપ્ત કરેલ છે. જેઓ દરરોજ બપોરે ૧થી ૬ સુધી મળી શકશે.
તદુપરાંત લેબોરેટરી, ઇસીજી તથા ટીએમટી જેવી હૃદયની તપાસ એકસ રે (૮થી ૬), આંખની તપાસ (૧૦થી ૧ અને ૪થી ૭), અને દાંત વિભાગ (૯થી ૧) સુધી ચાલુ રહેશે તેવું હોસ્પિટલ તંત્રની અખબારી યાદીમાં જણાવેલ છે.