સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ઐતિહાસિક અમૃત મહોત્સવ
- 11 ડિસેમ્બર થી વિશાળ પ્રદર્શન: 13 ડિસેમ્બરે 75 યજ્ઞોપવિત અને 14 ડિસેમ્બરે સમુહ લગ્ન
- મહોત્સવ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પ, 75 કુંડી યજ્ઞ, સત્સંગીજીવન કથા પારાયણ, સંતો ના વ્યાખ્યાન, અન્નકુટ વિગેરે આયોજન
શ્રી સ્વામિારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની સ્થાપના ના 75 વર્ષ પૂર્ણ થતાં તા. 22 થી 26 ડિસેમ્બર 2022 સુધી સહજાનંદ નગર , મવડી કણકોટ રોડ, રાજકોટ ખાતે દિવ્ય ભવ્ય અમૃત મહોત્સવ યોજાનાર છે. મહોત્સવ સ્થળ મવડી ચોકડીથી આશરે 3 કી.મી. દૂર થાય છે. કાલાવડ રોડ તથા ગોંડલ રોડ પરથી પણ જઇ શકાય છે. અમૃત મહોત્સવ ના પ્રારંભ પૂર્વે તા.11 ડિસેમ્બર થી સ્થળ પર દર્શનીય પ્રદર્શન નો પ્રારંભ થશે. આજ સ્થળે તા.14 ડિસેમ્બરે સર્વજ્ઞાતિય સમૂહલગ્ન અને તા.13 ડિસેમ્બરે 75 બટુકોને યગ્નોપવિત ધારણ કરવાનો માંગલિક પ્રસંગ યોજવામાં આવશે. રાજકોટ ગુરુકુલ દ્વારા પ્રથમ વખત વિશાલ ફલક પર યોજાનાર ઐતિહાસિક અમૃત મહોત્સવ માટે સંતોના માર્ગદર્શન હેઠળ હરિભક્તો દ્વારા તડામાર તૈયારી થઇ રહી છે. ગુરુકુલ સંકુલ અને મહોત્સવ સ્થળ પર અત્યારથી તેમના પડઘમ ગુંજી રહ્યા છે. વધુ માહિતી માટે રાજકોટ ગુરુકુલ, ઠેબર રોડ મો. નં. 7217224124 ઉપર સંપર્ક સાધી શકાય છે.
આ પુનિત ગુરુકુલ ગંગોત્રી આ વર્ષે 2022માં 75 વર્ષ પૂર્ણ કરી અમૃતકાળમાં પ્રવેશી રહી છે. ત્યારે અબાલ વૃધ્ધ સૌ કોઇ ’ અમૃતતત્વ’ ને પ્રાપ્ત કરે એવા ઉમદા ધ્યેયથી રાજકોટ ગુરુકુલ દ્વારા 22 થી 26 ડિસેમ્બર સુધી 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના શુભાશીર્વાદ, ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા સદગુરુ મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામીની પ્રેરણાથી ગુરુકુલ ગંગોત્રીનો ભવ્યાતિભવ્ય અને દિવ્યતિદિવ્ય “અમૃત મહોત્સવ”ઉજવાશે.
ગુરુકુળના અમૃત મહોત્સવ નિમિત્તે અલગ- અલગ દિવસે ખેડૂતમંચ, બાલમંચ, શિક્ષકમંચ, વાલીમંચ, સર્વરોગ નિદાન કેમ્પ, ગુરુકુલમૈયા પૂજન, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન, વડીલ મંચ, મહિલા મંચ, ધર્મજીવન એવોર્ડ સમારંભ વગેરે કાર્યક્રમો યોજાનાર છે. મહાઅભિષેક, સત્સંગી જીવન કથા,અન્નકૂટ દર્શન, અખંડ ધૂન,વ્યાખ્યાનમાળા, 75 કુંડી શ્રીધરયાગ, રકતદાન કેમ્પ, શોભાયાત્રા વગેરે નું પણ આયોજન થવા નું છે. સમગ્ર મહોત્સવ 450 વીઘા જગ્યામાં યોજાનાર છે. 15 થી વધુ ખેડૂતોએ મહોત્સવ માટે સેવાભાવથી પોતાના ખેતરો ઊપયોગ માટે આપ્યા છે. સભા મંડપ, ભોજનાલય, પાર્કિંગ, પ્રદર્શન વગેરે નજીક નજીકની જગ્યામાં રાખેલ છે. પ્રદર્શન સહિત તમામ કાર્યક્રમોનો વિના મૂલ્યે લાભ લઈ શકાશે. મહોત્સવનો સમય તા.22 થી 26 ડિસેમ્બર સવારે 9 થી 12:30 અને સાંજે 3 થી 6: 30 અને રાત્રે 8 થી 10:30 રહેશે. સમગ્ર અમૃત મહોત્સવ અવિસ્મરણીય બની રહેશે.
ગુરુકુલમાં અભ્યાસ કરેલ ભૂતપૂર્વ વિદ્યર્થીઓ જેમાં
ISRO / BARC ના વૈજ્ઞાનિકો, પાઇલટ, IIM / IIT પાસ આઉટ ઓફિસર્સ, સીએ., ઇન્ડિયન આર્મી, નેવી, એરફોર્સ જવાનો, ડોકટરો, એન.આર.આઇ., એન્જીનીયર્સ, ઉદ્યોગપતીઓ ઉપરાંત.ભૂતપૂર્વ વિધાર્થીઓ હાજર રહેશે.