પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ માટે વિઝા ની જરૂરત નથી પરંતુ યાત્રાળુઓને સવારે જઈને સાંજે પરત આવવા નો નિયમ પાળવો પડશે
ભારત સહિત વિશ્વભરમાં વસતા શીખ અને ગુરૂનાનક દેવના અનુયાયીઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન પાકિસ્તાન કરતારપુર ગુરુદ્વારા સાહેબ ના દેવ દર્શન ન દ્વાર ખુલી ગયા છે ત્યારે ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરતારપુર સાહેબ કોરિડોર ના દર્શને જનારા શ્રદ્ધાળુઓ માટે રોકડ લઈ જવાની મર્યાદા અંગે મહત્વનો નિર્ણય લીધો છે
વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ અંતર્ગત બેંક દ્વારા જણાવાયું છે કે કરતારપુર સાહેબ ની મુલાકાતે જનારા શ્રદ્ધાળુઓને ૧૧ હજાર રૂપિયાની મર્યાદામાં રૂપિયા લઇ જવાના રહેશે પાકિસ્તાન સરહદમાં આવેલા આ તીર્થસ્થાનમાં જવા માટે વિઝાની જરૂર નથી પરંતુ કેટલાક નિયમો પાળવાના રહેશે મર્યાદિત સંખ્યામાં શ્રદ્ધાળુઓની આવક જાવક થાય તે માટે પરમીટ તથા રાખવામાં આવી છે, સાથે સાથે યાત્રાળુઓને સવારે જઈને સાંજેજ પાછા આવવાની શરત રાખવામાં આવી છે આ ઉપરાંત ગુરુદ્વાર ની બહાર જવાની મનાઈ રાખવામાં આવે છે આંતરરાષ્ટ્રીય નિયમો નુ પાલન કરવાનું રહેશે અને રિઝર્વ બેંકના આદેશ મુજબ મુજબ ભારતીયો ને હવે૧૧ હજારની રોકડ લઈ જવાની છૂટ આપવામાં આવી છે