રાજકોટ-કાનાલુસ ડબલ ટ્રેકથી સૌરાષ્ટ્રનો સર્વાંગી વિકાસ થશે: રેલ મંત્રી વૈષ્ણા

વિરમગામથી સુરેન્દ્રનગર ડબલ ટ્રેકનું કામ પૂર્ણ જ્યારે સુરેન્દ્રનગરથી રાજકોટ વચ્ચે ડબલ ટ્રેકનું કામ ગતિમાં

રૂા.1080.58 કરોડના ખર્ચે 111 કિ.મી.ના ડબલ ટ્રેકથી રિલાયન્સ, એસ્સાર, ટાટા કેમિકલ્સ જેવા મહાકાય ઉદ્યોગો દ્વારા ભવિષ્યમાં નોંધપાત્ર માલ સામાનના પરિવહનનો અંદાજ: આ પ્રોજેકટ 2025-26માં પૂર્ણ કરાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી આર્થિક બાબતોની કેન્દ્રીય કેબીનેટ બેઠકમાં રાજકોટ-કાનાલુસ વચ્ચે રેલવેના ડબલ ટ્રેકને મંજૂરી આપી હતી જે અંગેની માહિતી આપતા રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણાએ જણાવ્યું હતું કે, અંદાજે રૂા.1080.58 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રાજકોટ-કાનાલુસ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરીમાં આશરે 26.68 લાખ માનવ કલાકો માટે સીધી રોજગારીનું સર્જન થશે. રાજકોટ-કાનાલુસ 111.20 કિ.મી. વચ્ચે ડબલ ટ્રેકનું નિર્માણ ભીડને ઘટાડવામાં તેમજ રેલ ટ્રાફિકમાં વધારો કરવામાં મદદરૂપ થશે.

તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, રાજકોટ-કાનાલુસ સેકશન મુંબઈ-અમદાવાદ-વિરમગામ-ઓખા-બ્રોડગેઈજ સેકશનનો એક ભાગ છે જે પોરબંદર, કાનાલુસ, વિન્ડ મિલ, સિક્કા વગેરે જેવા વિવિધ ગંતવ્યોથી શરૂ થતાં અને સમાપ્ત થતાં ટ્રાફિકને લઈ જતો એક મહત્વપૂર્ણ બ્રોડગેજ વ્યસ્ત સેકશન છે. વિરમગામથી સુરેન્દ્રનગર સેકશન વચ્ચે ડબલ ટ્રેકનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે સુરેન્દ્રનગરથી રાજકોટ વચ્ચે ડબલ ટ્રેક પ્રોજેકટનું કાર્ય પ્રગતિમાં છે અને આ મંજુરીથી મુંબઈથી કાનાલુસ સુધીનો હબલ ટ્રેક સેકશન હશે.

સેક્શન પર સંચાલિત હાલના માલસામાનના પરિવહનમાં મુખ્યત્વે પીઓએલ, કોલસો, સિમેન્ટ, ખાતર અને ખાદ્ય અનાજ સામેલ છે.ખાનગી સાઈડિંગ સાથે જોડાયેલા ઉદ્યોગોમાંથી જે માલસામાનનું ઉત્પાદન થાય છે તે પ્રોજેક્ટ રૂટ ગોઠવણીમાંથી ઉતરી જાય છે.

રિલાયન્સ પેટ્રોલિયમ, એસ્સાર ઓઈલ અને ટાટા કેમિકલ જેવા મોટા ઉદ્યોગો દ્વારા ભવિષ્યમાં નોંધપાત્ર માલસામાનનાપરિવહનનો અંદાજ છે.રાજકોટ – કાનાલુસ વચ્ચેનો સિંગલ લાઇન બીજી સેક્શન અતિસંતૃપ્ત થઇ ગયો છે અને પરિચાલન કામગીરીને સરળ બનાવવા માટે વધારાની સમાંતર બીજી લાઇનની જરૂર છે.

આ સેક્શન પર પેસેન્જર/મેલ એક્સપ્રેસ ટ્રેનોની 30 જોડી દોડી રહી છે અને જાળવણી બ્લોક સાથે હાલની લાઇન ક્ષમતાનો ઉપયોગ 157.5%સુધી છે. ડબલિંગ થયા બાદ માલ અને પેસેન્જર ટ્રાફિક બંનેના રોકાણમાં નોંધપાત્ર ઘટાડો થશે.સેક્શનને ડબલિંગ કરવાથી ક્ષમતામાં વધારો થશે અને સિસ્ટમ પર વધુ ટ્રાફિક શરુ કરી શકાશે. રાજકોટથી કાનાલુસ સુધી પ્રસ્તાવિત ડબલિંગ સૌરાષ્ટ્ર પ્રદેશના સર્વાંગી વિકાસ તરફ દોરી જશે.

સમગ્ર દેશમાં આગામી 8 વર્ષમાં વીજળી, સૂર્ય ઉર્જા થકી ટ્રેનો દોડાવવા પ્રોજેકટ શરૂ કરાયો

રેલ્વે મંત્રી વૈષ્ણાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં 2030 સુધીમાં ઈલેકટ્રીક સિટીથી ટ્રેન દોડતી થઈ જશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તો તે પહેલા સૂર્ય ઉર્જા થકી. ટ્રેન સંચાલન અંગેનો વિચાર મુક્યો હતો અને એમ.પી.ના બીનામાં રેલ્વે દ્વારા સોલાર પ્લાન્ટ નાખી અને આ પાઈલોટ પ્રોજેકટ શરૂ પણ કર્યો હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.