બેડી ખાતે બનાવવામાં આવેલા રાજકોટ માર્કેટીગ યાર્ડના બાંધકામને હજી માંડ એકાદ દશકો થયો હશે ત્યાં હલકી ગુણવતાના નબળા બાંધકામથી યાર્ડના વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે.ચોમાસાની સિઝનમાં સતત લીકેજના કારણે દુકાનો અને ગોડાઉનમાં વેપારીઓ એક પણ પ્રકારની જણસી રાખી શકાતી નથી. આજે વેપારીઓ દ્વારા યાર્ડના ચેરમેન જયેશ બોઘરાને આવેદન પત્ર આપી યોગ્ય કરવાની માંગણી કરી છે.
ચોમાસાની સિઝનમાં દુકાન કે ગોડાઉનમાં કોઈ માલ રાખી શકાતો નથી, વાયરિંગ પણ પાઈપ ફીટ કર્યા વિના જ કરી દેવાતા શોર્ટ સર્કિટનો ભય
યાર્ડના વેપારીઓ ચેરમેને લેખીતમાં રજૂઆત કરતા જણાવ્યું હતુ કે,
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં દુકાન ધરોવેે જે દુકાન જૂના માર્કેટ યાર્ડમાં દુકાન ની સામે બી લાઈન માં 10 લાખ અને એ લાઈન માં 15 લાખ રૂપિયા વધારે ભરી ને આપવામાં આવેલ આ દુકાનો જ્યારે બનાવવામાં આવી ત્યારથી અત્યાર સુધી અનેક મૌખિક રજૂઆતો કરવામાં આવી છતાં તેમાં કોઈપણ જાતનું ધ્યાન દેવામાં આવેલ નથી આ દુકાનો નું બાંધકામ સાવ નબળી ગુણવત્તા નું કરવામાં આવેલ છે ચોમાસા માં બધી દુકાનો માં તથા ગોડાઉન માં કોઈ પણ જાતની જણસ રાખી શકાય નહીં એટલું પાણી પડે છે તેમજ દુકાનો માં જે ઇલેક્ટ્રિક કેબલ નાખવામાં આવેલ છે તે સીધો પાઇપિંગ વગર નાખવામાં આવેલ છે જેથી શોર્ટ સર્કિટ થવાની પણ ભીતિ રહે છે બારી કે દરવાજા હલકી કોલેટી ના વાપરવામાં આવેલ છે જેથી રોકડ રકમ પણ રાખી શકાય નહિ અને યાર્ડ શહેર ની બહાર બનેલું હોઈ તો રોકડ રકમ પણ ઘરે લઈ જવામાં તકલીફ પડે છે અમુક દુકાનો માં તો પંખા ચાલુ કરી તો એમાંથી પણ પાણી પડે છે દુકાનો માં જે કલર કરવામાં આવેલ છે તે નબળી ગુણવતા નો હોઈ તો એ પણ અત્યારે સાવ ખરાબ પરિસ્થિતિ માં થઈ ગયેલ છે આ અમારી રજૂઆત ને ધ્યાને લઇ જ્યારે યાર્ડ નું બાંધકામ થયું તે સમયે જે એજન્સી ને કામ આપેલ તેને અને જવાબદાર તમામ વહીવટી અઘિકારીઓ તેમજ કમિટી ને નોટિસ આપી તમામ દુકાનો ને રીપેરીંગ કરાવી આપવા માંગણી કરી છે. અત્યારે સમારકામ નહિ કરવામાં આવે તો આવતા દિવસો માં પરિસ્થિતિ વધુ બગડી શકે એમ છે.
જો આગામી દિવસોમાં બેડી માર્કેટીંગ યાર્ડમાં દુકાનો તથા ગોડાઉનનું રિપેરિંગ કરવામાં નહી આવે તો સ્થિતિ વધુ બગડશે અને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાવાની પણ ભીતિ દેખાય રહી છે. યાર્ડના ચેરમેને પણ વેપારીઓને યોગ્ય કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.