હોસ્પિટલમાં ૧૮માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ત્રણ દિવસ-ફુલ બોર્ડી ચેકઅપમાં અપાશે ૧૦ ટકાનું વળતર
શહેરના પંચનાથ ચોકમાં પંચનાથ મહાદેવ મંદિરે ચાલતી પંચનાથ હોસ્પિટલનો આગામી બીજી માર્ચના રોજ ૧૮માં વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે. ત્યારે ર માર્ચથી ૪ માર્ચ સુધી ત્રણ દિવસ માટ ફુલ બોડી ચેકઅપ કરવા માટે હોસ્પિટલે ૧૦ ટકા વળતરની જાહેરાત કરી છે.
આજથી ૧૭ વર્ષ પહેલા એટલે કે તા. ૨-૩-૨૦૦૩ ના રોજ માત્ર ને માત્ર દરિદ્ર નારાયણની સેવા કરવાના ઉદ્દેશથી સ્વ. પ્રદ્યુમનભાઇ માંકડ, સ્વ. નારણભાઇ મહેતા, વર્તમાન માનવ મંત્રી તનસુખભાઇ ઓઝા તથા અનય સેવાભાવી ટ્રસ્ટીઓ દ્વારા પંચનાથ મહાદેવના સાનિઘ્યમાં પંચનાથ સાર્વજનીક મેડીકલ ટ્રસ્ટ ની સ્થાપના કરીને હોસ્પિટલના બીજ રોપવામાં આવ્યા હતા તે આજે વટવૃક્ષ તરફ પ્રયાણ કરી રહ્યું છે.
હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો અને તાલીમ પામેલા વિનયી અને વિવેકી સ્ટાફ દ્વારા ડેન્ટલ આંખ, લેબોરેટરી એક્ષ-રે સોનોગ્રાફી, ઇસીજી, ટીએમટી તથા હોલ બોડી ચેકઅપ જેવા વિભાગો સતત કાર્યશ્રત છે. હોસ્પિટલના ટ્રસ્ટનું મૂળભૂત સેવાકીય ઉદ્દેશ હોવાને પરિણામે ઓપીડી વિભાગ દ્વારા રોજ અનેક દર્દીઓએ નજીવા દરથી નિદાન મેળવીને સંતોષ વ્યકત કરેલ છે.
તદઉપરાંત બીજા રોગો જેવા કે હાડકાના રોગો ચામડીના રોગો, કીડનીના રોગો, સ્ત્રીના રોગો આંખના રોગો જેવા કે નંબર જામર વેલ કે પડદાના પરીક્ષણોની તપાસ અનુભવી અને નામાંકિત નિષ્ણાતો દ્વારા રાહત દરે કરવામાં આવે છે. જો પરીક્ષણ કરાવનાર રાજકોટ નાગરીક સહકારી બેંકનું સભાસદ ધરાવતા હોઇ તો થયેલા ચાર્જીસના પ૦ ટકા અથવા તો જે તે નાણાકીય વર્ષ (એપ્રીલ થી માર્ચ) દરમ્યાન વધુમાં વધુ રૂા ૧ હજાર સુધીનું વળતર મેળવી શકે છે.
તેમજ અત્યાર સુધીના હોસ્પિટલમાં થયેલા વિકાસના ડો. રવિવાર ગુજરાતી, નીરજભાઇ પાઠક, નીખીલભાઇ મહેતા, સંદીપભાઇ ડોડીયા, જૈમીનભાઇ જોષી, ભવ્યભાઇ પારેખ, મનુભાઇ ધાંધા જેવા રાજકોટ શહેરના નામાંકિત અગ્રગણ્યી ઓનો અપ્રિતમ સાથ અને સહકાર મળી રહ્યો છે.
દર્દીઓને સચોટ અને નજીવા દરથી નિદાન એજ અમારી પ્રાથમીકની ભાવના કે સદભાવના ધરાવતા શ્રી પંચનાથ સાર્વજનીક મેડીકલ ટ્રસ્ટના યુવા પ્રમુખ દેવાંગભાઇ માંકડ, ઉપપ્રમુખ ડો. લક્ષ્મણભાઇ ચાવડા, માનદ મંત્રી તનસુખભાઇ ઓઝા, કોષાઘ્યક્ષ ડી.વી. મહેતા, ટ્રસ્ટીઓ વસંતભાઇ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નીતીનભાઇ મણીયાર, મિતેશભાઇ વ્યાસ, નારણભાઇ લાલકિયા, જૈન અગ્રણી મયુરભાઇ શાહ તેમજ મનુભાઇ પટેલ જેવા સામાજીક સેવકો દ્વારા નજીકના ભવિષ્યમાં જનરલ વોર્ડ પણ સંપુર્ણ વાતાનુકુલીતની સગવડતા ધરાવતી પ૦ બેડની સુવિધાવાળી અદ્યતન હોસ્પિટલ રાજકોટની કદરદાન જનતાને અર્પણ કરવા માટે તત્પર છે. હાલમાં બાંધકામ પુરજોશથી ચાલી રહ્યું છે.
તદપરાંત વધુ માહીતી માટે સતત કાર્યરત એવા પંકજભાઇ ચગ (૯૮૭૯૫ ૭૦૮૭૮) શ્રીમતિ ધૃતિબેન ધડુકને (હોસ્પિટલ પર) અથવા તો લેન્ડ લાઇન નંબર ૦૨૮૧-૨૨૩૧૨૧૫/૨૨૨૩૨૪૯ પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.