અમદાવાદ – મુંબઇ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું કામ હાલ જેટગતિએ ચાલી રહ્યું છે. જેમાં વલસાડ જિલ્લામાં પર્વતમાં પ્રથમ ટનલ બનાવવાનું કામ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હાઈ સ્પીડ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મુંબઇ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે ગુજરાતમાં પ્રથમ માઉન્ટેન ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ટનલ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી છે. આ પ્રોજેક્ટની પ્રથમ ટનલ છે અને તેનું 10 મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યું છે.
10 મહિનામાં પ્રથમ માઉન્ટેન ટનલનું કામ પૂર્ણ, કોરિડોરમાં કુલ 7 ટનલ હશે
આ ટનલનું નિર્માણ કરવામાં ટનલ ફેસ પર ડ્રિલ હોલનું માર્કિંગ, હોલનું ડ્રિલિંગ, વિસ્ફોટકોનું ચાર્જિંગ, બ્લાસ્ટિંગ ક્ધટ્રોલિંગ, ગંદકી દૂર કરવી ઉપરાંત દરેક બ્લાસ્ટ બાદ જીઓલોસ્ટિ દ્વારા મુલ્યાંકન કરાયેલા ખડકોના પ્રકાર પર આધારિત સ્ટીલ રિબ્સ, લાસ્ટિક ગર્ડર, રોક બોલ્ટને પ્રાયમરી સપોર્ટ તરીકે ઇસ્ટોલેશન કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટની અંદાજિત કિંમત રૂ. 1.08 લાખ કરોડ છે. શેરહોલિ્ંડગ પેટર્ન મુજબ, ભારત સરકાર એનએચએસઆરસીએલને રૂ. 10,000 કરોડ ચૂકવશે, જ્યારે તેમાં સામેલ બે રાજ્યો, ગુજરાત અને મહારાષ્ટ્ર, પ્રત્યેકને રૂ. 5,000 કરોડ ચૂકવવાના રહેશે.
ટનલની ખાસિયત
- લંબાઈ: 350 મીટર
- વ્યાસ: 12.6 મીટર
- ઊંચાઈ: 10.25 મીટર
- આકાર: સિંગલ ટ્યુબ હોર્સ શૂ આકાર
- ટ્રેકની સંખ્યા: 2 ટ્રેક