જે વ્યકિત-રાષ્ટ્ર પોતાના પડકારો પારખવામાં થાપ ખાય તેનું અસ્તિત્વ સમાપ્ત થાય: સ્વામી ધર્મબંધુજી
સ્વામી ધર્મબંધુજી દ્વારા રાષ્ટ્રના ભાવિ નાગરીકોમાં રાષ્ટ્રીયતાના સંસ્કાર સિંચીત કરતી ૨૧મી રાષ્ટ્રકથા શિબીર આજે સાતમા દિવસમાં પ્રવેશી હતી. છઠ્ઠા દિવસે પ્રવચન સત્રમાં સંબોધીત કરવા ભારત સરકારના શહેરી વિકાસ વિભાગના કેન્દ્રીય સચિવ તેમજ ભારતમાં પ્રવર્તમાન ૧૦ મેટ્રો પ્રોજેકટના અધ્યક્ષ દુર્ગાશંકર મિશ્રશ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતુ કે, વિશ્વ ની સૌથી પ્રાચીન સભ્યતા અને સૌથી ભૂતકાળના સમૃધ્ધ રાષ્ટ્રમાં ભારતની ગણના થાય છે.
હવે આપણા સ્વાતંત્ર ની ૭૫મી વષગાંઠ જયારે વર્ષ ૨૦૨૨ મા ઉજવીશું ત્યાં સુધી પુન: ભારતને એવું વિકસીત કરવા ભારત સરકારે વ્યાપક આયોજન થયું છે. જેમકે સ્વચ્છ ભારત અભિયાન ૫૦૦ શહેરોમાં સ્વચ્છ પાણી ઘર ઘર સુધી પહોચાડવું ૧૦૦ સ્માર્ટ સીટી બનાવવા કે જયા માણસ, ચીજ વસ્તુઓનો ઉત્કૃષ્ટ ઉપયોગ થાય.
આવી જ રીતે શહેરી વસ્તીને પરિવહન માટે છેલ્લા દોઢ દાયકામાં ૫૪૦ કિલોમીટરની મેટ્રો રેલવે શરૂ કરાઈ છે. વધુ ૬૫૦ કિલોમીટર મેટ્રો રેલવેના કામ નિર્માણાધીન છે.
સ્વામી ધર્મબંધુજીએ તેમના પ્રેરક પ્રવચનમાં જે વ્યકિત અને રાષ્ટ્ર તેની સામેના સાંપ્રત પડકારોને પારખવામાં અને તેનો સામનો કરવામાં થાપ ખાય છે. તેનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. જેના ઉદાહરણ છે. ગ્રીસ, ઈજીપ્ત, પર્શિયન, રોમન સંસ્કૃતિવળી, ઈતિહાસનું અજ્ઞાન પણ તેને પૂન: તેનો બોધપાઠ લેવાની ફરજ પાડે છે.
આ તબકકે તેમણે રાષ્ટ્ર આઝાદ થયા વેળાના સરેરાશ આયુષ્ય, શિક્ષણની સુવિધા, રાષ્ટ્રીય પેદાશ, કૃષિ ઉત્પાદન, વૈજ્ઞાનિક સંશોધનો વગેરેની તુલનાત્મક આંકડાકીય માહિતી આપીને એ સમજાવવાનો પ્રયાસ કર્યો કે ભારત દેશમાં અનેક વિટંબણાઓ હોવા છતાં આપણે ધીમી પરંતુ મકકમ પ્રગતિ કરીને આ મુકામે પહોચ્યા છીએ.
નેવીના કોમોડર રઘુરામએ પ્રેરણાદાયી સંબોધન કરતા સફળતાનો પોતાના દ્વારા અમી પાંચ સુત્રી કાર્યક્રમ અપનાવવા અનુરોધ કર્યો હતો. ૧. કોશિષ તો કર હો જાયેગા. જિંદગીમાં કયારેય હારના માનો રોજ પોતાને પ્રત્યેક પરિસ્થિતિમાં કહો કોશિષતો કર, ૨. પોતાના કાર્યમાં ગતિ અને એકયુરમીનું બેલેન્સ રાખવું, ૩. રોજ રાત્રે સુતાપહેલા પોતાનો આજનો દિવસ પોતાના જીવન લક્ષ્યાંકની તરફ કેવો રહ્યો તેનું સ્વ મૂલ્યાંકન કરવું. ૪. જીવનમાં એકાદ રોલ મોડેલ હોવો જોઈએ જે. તમને હંમેશા પ્રેરતા રહે. ઘણી વખતે એકથી વધુ બાબતોમાં વિવિધ રોલ મોડેલ હોઈ શકે અને ૫. સફળતા પામવા માટે જ્ઞાન પર્યાપ્ત નથી તે માટે તમારામાં ડહાપણ વિવેક પણ હોવો જોઈએ.
આજે ગુજરાત મેટ્રો કોર્પોરેશનનાં અધ્યક્ષ આઈ. પી. ગૌતમ રાજકોટ મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની, પૂર્વ જનરલ રણધીરકુમાર મહેતા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.