બાંધકામ દરમિયાન, વાહનોને સસ્પેન્ડેડ લોડ હેઠળ અથવા એક મીટરની છાયા મર્યાદામાં પસાર થતા અટકાવવા માટે હાઇવેની બંને બાજુએ વધારાની લેન બનાવવામાં આવી હતી.
Mumbai Ahmedabad bullet train latest news : મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન રુટ પર વધુ એક પુલની કામગીરી પૂર્ણ થઇ છે. સુરત અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે નવસારી જિલ્લામાં નેશનલ હાઈવે 48 ને ક્રોસ કરતા બે પ્રેસ્ટ્રેસ્ડ કોંક્રીટ પુલ પહેલેથી જ પૂર્ણ થઈ ગયા છે.
મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ટોપ સ્પીડમાં આગળ વધી રહ્યો છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ દેશના પ્રથમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાથમાં લીધું છે અને આ પ્રોજેક્ટ કામગીરીની લેટેસ્ટ વાત કરી એ તો ગુજરાતમાં નેશનલ હાઈવે 48 પર 210 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
ગુજરાતના વલસાડ જિલ્લાના પંચલાઈ નજીકના વાઘલધરા ગામમાં નેશનલ હાઈવે 48 (દિલ્હી-ચેન્નઈ)ને પાર કરવા માટે 210 મીટર લાંબા પ્રેસ્ટ્રેસ્ડ કોંક્રિટ પુલનું બાંધકામ તાજેતરમાં પૂર્ણ થયું હતું.
સુરત અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે નવસારી જિલ્લામાં NH-48ને પાર કરતા બે PSC બ્રિજ પહેલેથી જ પૂર્ણ થઈ ગયા છે. આ પુલોની લંબાઈ અનુક્રમે 260 મીટર અને 210 મીટર છે. વાઘલધરા પાસેનો આ નવનિર્મિત પુલ વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો છે. NH-48 એ ભારતના સૌથી વ્યસ્ત ધોરીમાર્ગો પૈકીનો એક છે તે ધ્યાનમાં રાખીને, અવિરત ટ્રાફિક ફ્લો જાળવી રાખીને અને જાહેર અસુવિધા ઘટાડવા સાથે વાહનો અને કામદારો બંનેની સલામતી સુનિશ્ચિત કરવા માટે બાંધકામનું કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
નેશનલ હાઈવે 48 એ ભારતના સૌથી વ્યસ્ત હાઈવે પૈકીનો એક છે. આનાથી વાહનો અને કામદારો બંનેની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે. બાંધકામ દરમિયાન હાઇવેની બંને બાજુએ વધારાની લેન બનાવવામાં આવી હતી.
NHSRCL દ્વારા માહિતી આપવામાં આવી હતી કે હાઈવે પર ટ્રાફિકને કોઈ અડચણ ઊભી ન થાય તે માટે તબક્કાવાર ટ્રાફિકને ડાયવર્ટ કરીને યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
NHSRCLએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતના વલસાડ જિલ્લાના પંચલાઈ નજીકના વાઘલધરા ગામમાં નેશનલ હાઈવે-48 (દિલ્હી-ચેન્નાઈ)ને પાર કરવા માટે બનેલો 210-મીટર લાંબો PSC બ્રિજ 2 જાન્યુઆરીએ પૂર્ણ થયો હતો.
આ પુલ 72 પ્રીકાસ્ટ સેગમેન્ટનો સમાવેશ કરે છે અને તેનો ગાળો 40 m + 65 m + 65 m + 40 m છે. તે સંતુલિત કેન્ટીલીવર પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જે મોટા સ્પાન્સ માટે યોગ્ય માનવામાં આવે છે.
અગાઉ સુરત અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે નવસારી જિલ્લામાં NH-48 ને ક્રોસ કરતા બે PSC બ્રિજ 18 ઓગસ્ટ અને 1 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઈ ચૂક્યા છે. આમાંના એક પુલની લંબાઈ 260 મીટર અને બીજાની 210 મીટર છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના તત્કાલિન જાપાની સમકક્ષ શિન્ઝો આબેએ સપ્ટેમ્બર 2017માં અમદાવાદના સાબરમતી ખાતે હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
320 કિમી પ્રતિ કલાકની હાઇ સ્પીડ
320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હાઈ-સ્પીડ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે લગભગ બે કલાકમાં મુસાફરી પૂર્ણ કરશે. તે મહારાષ્ટ્રમાં 155.76 કિમી, દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં 4.3 કિમી અને ગુજરાતમાં 348.04 કિમીનું અંતર કાપશે, જેમાં 12 સ્ટેશનો આવરી લેવામાં આવશે.
મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન લિસ્ટ
મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન 12 સ્ટેશન પર સ્ટોપ કરશે. જેમાં ગુજરાતમાં આઠ સ્ટેશન છે. સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપી. જ્યારે મહારાષ્ટ્રમાં ચાર સ્ટેશન છે – બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ.
બાંધકામ દરમિયાન, વાહનોને સસ્પેન્ડેડ લોડ હેઠળ અથવા એક મીટરની છાયા મર્યાદામાં પસાર થતા અટકાવવા માટે હાઇવેની બંને બાજુએ વધારાની લેન બનાવવામાં આવી હતી. હાઈવે ટ્રાફિકમાં કોઈપણ વિક્ષેપ ટાળવા માટે, તબક્કાવાર ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો હતો, જેનું સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.